ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 2 વર્ષથી કપરી મંદીને કારણે રત્નકલાકારો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, તેમના પરિવારનું ભરણ પોષણ કરવાનું મુશ્કેલ બન્યું છે, સંતાનોની ફી નથી ભરી શકાતી, લોનના હપ્તા નથી ભરી શકાતા. હવે ગુજરાત કોંગ્રેસ પહેલીવાર રત્નકલાકારોના મુદ્દા પર રસ્તે ઉતર્યું છે.
શનિવારે વરાછાના ચોક્સી બજાર વિસ્તારમાં ગુજરાતના નેતા અમિત ચાવડા, ડો. તુષાર ચૌધરી એ બેઠક કરી હતી અને સરકાર પાસે 5 મુદ્દાની માંગ કરી હતી. જે લોકોએ આર્થિક સંકડામણને કારણે જીવ ગુમાવ્યો છે તેમને શ્રધ્ધાંજલી આપવામાં આવી.
કોંગ્રેસે માગં કરી છે કે રત્નકલાકારો માટે વિશેષ પેકેજ જાહેર કરવામા આવે, રફ ખરીદી માટે G-7 દેશોએ જે પ્રતિબંધ મુક્યો છે, તે કેન્દ્ર સરકાર હટાવવા માટે વિનંતી કરે, રત્નકલાકારોના બાળકોને શિષ્યવૃતિ આપવામાં આવે, તેમના લોનના હપ્તા ભરવામાં સરકાર રાહત આપે.