fbpx

રાજભા ગઢવીનું વિવાદાસ્પદ નિવેદન, બોલ્યા- ડાંગના જંગલોમાં જાવ તો તમારા પણ..

Spread the love

સેલિબ્રિટીઓ, કલાકારો, નેતાઓ કેટલાક નિવેદનોના કારણે ચર્ચામાં અને વિવાદમાં આવી જતા હોય છે, એવી જ રીતે ગુજરાતના જાણીતા લોક કલાકાર રાજભા ગઢવી પણ એક નિવેદનને લઇ વિવાદમાં ફસાઇ ગયા છે. લોકડાયરામાં રાજભા ગઢવીએ ડાંગના આદિવાસીઓને લૂંટારા કહી દેતા વિવાદ સર્જાયો છે. એક લોકડાયરાના કાર્યક્રમમાં રાજભા ગઢવીએ કહ્યું હતું કે, તમે ઉત્તરપ્રદેશ, બિહારના જંગલમાં જાવ તો તમને જંગલવાસીઓ લૂંટી લે. મધ્યપ્રદેશ અને ડાંગ-આહવાના જંગલોમાં કેટલાયને લૂંટી લે અને કપડાં પણ રહેવા દેતા નથી. તેમણે વધુમાં કહ્યું કે, આ ફક્ત ગીરમાં એવું છે કે, જ્યાં જો તમે રાત્રે ભૂલા પડો તો તમને વચ્ચે આવીને લોકો જમાડવા માટે લઇ જાય.

એક લોકડાયરામાં રાજભા ગઢવી દુનિયાભરના જંગલોમાં લૂંટફાટની ઘટનાઓ અંગે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના ડાંગ-આહવાના જંગલોમાં કેટલાયને લૂંટી લે અને કપડા પણ રહેવા દેતા નથી. રાજભા ગઢવીના આ નિવેદન બાદ આખા દક્ષિણ ગુજરાતમાં લોક કલાકાર રાજભા ગઢવી સામે રોષ જોવા મળી રહ્યો છે. વલસાડના સાંસદ ધવલ પટેલે રાજભા ગઢવીના નિવેદનને લઇ વિરોધ નોંધાવ્યો છે. સાંસદ ધવલ પટેલે કહ્યું કે, ડાંગ-સાપુતારાના આદિવાસીઓ મહેમાનગતિમાં પાછળ પડતા નથી. રાજભા ગઢવી માફી નહીં માગે ત્યાં સુધી આદિવાસી સમાજ તેમનો વિરોધ કરશે.

રાજભા ગઢવીના આ વિવાદાસ્પદ ટિપ્પણીવાળા વીડિયો પર ડાંગના રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે રાજભા ગઢવીને પડકાર આપતાં જણાવ્યું હતું કે, આ વિવાદાસ્પદ ટિપ્પણી પરત લે અને અમારી પ્રજા પાસે માફી માગે. નહીં તો આગામી દિવસોમાં આ અંગે આવેદન આપી કાર્યવાહી હાથ કરવામાં આવશે.

ડાંગના સામાજિક કાર્યકર્તા Snehal Thakkarએ આ વાયરલ વીડિયોને લઈને ડાંગ જિલ્લા આદિવાસી સમાજ તરફથી એટ્રોસિટી એક્ટ હેઠળ FIR નોંધીને કાર્યવાહી હાથ ધરવાની માગ કરી છે. તો આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ રાજભા ગઢવી આદિવાસી સમાજની માફી માગે તેવી માગ કરી છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg
error: Content is protected !!