TVS મોટર કંપનીએ તહેવારોની સિઝનના અવસર પર તેની પ્રખ્યાત બાઇક TVS Raiderનું નવું iGO વેરિઅન્ટ સત્તાવાર રીતે લોન્ચ કર્યું છે. કંપનીએ 10 લાખ યુનિટના વેચાણની ઉજવણી કરવા માટે આ બાઇક લોન્ચ કરી છે. આકર્ષક દેખાવ અને પાવરફુલ એન્જિનથી સજ્જ આ બાઇકની કિંમત 98,389 રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે.
TVS Raider 125 cc સેગમેન્ટમાં ખૂબ જ પ્રખ્યાત બાઇક છે. જે માર્કેટમાં Honda Shine, SP અને Bajaj Pulsar N 125 જેવા મોડલ સાથે સ્પર્ધા કરે છે. તાજેતરમાં જ બજાજ ઓટોએ તેની નવી પલ્સર N125 પણ લોન્ચ કરી છે. જેની શરૂઆતી કિંમત 94,707 રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. એટલે કે, પલ્સરની સરખામણીમાં, TVS Raiderનું આ નવું વેરિઅન્ટ અંદાજે રૂ. 3,600 જેટલું મોંઘું છે.
નવા વેરિઅન્ટમાં ‘બૂસ્ટ મોડ’નો સમાવેશ કરવામાં આવ્યો છે, જે iGO આસિસ્ટ ટેક્નોલોજી સાથે આવે છે. કંપનીનો દાવો છે કે, નવી બાઇક તેના સેગમેન્ટમાં સૌથી ઝડપી 125 cc મોટરસાઇકલ છે. આ વેરિઅન્ટમાં નાર્ડો ગ્રે કલરનો વિકલ્પ પણ આપવામાં આવી રહ્યો છે. જે લાલ રંગના એલોય વ્હીલ્સ સાથે આવે છે. તેમાં 85થી વધુ કનેક્ટેડ ફીચર્સ સાથે અપગ્રેડેડ રિવર્સ LCD કનેક્ટેડ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પણ આપવામાં આવ્યા છે. જે મોટરસાઇકલની સ્પોર્ટી અને પ્રીમિયમ આકર્ષણને વધારે છે.
નવા વેરિઅન્ટમાં “બૂસ્ટ મોડ”નો સમાવેશ કરવામાં આવ્યો છે, જે iGO આસિસ્ટ ટેક્નોલોજી સાથે આવે છે. કંપનીનો દાવો છે કે નવી બાઇક તેના સેગમેન્ટમાં સૌથી ઝડપી 125 સીસી મોટરસાઇકલ છે. આ વેરિઅન્ટમાં નાર્ડો ગ્રે કલરનો વિકલ્પ પણ આપવામાં આવી રહ્યો છે. જે લાલ રંગના એલોય વ્હીલ્સ સાથે આવે છે. તેમાં 85 થી વધુ કનેક્ટેડ ફીચર્સ સાથે અપગ્રેડેડ રિવર્સ LCD કનેક્ટેડ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પણ છે. જે મોટરસાઇકલની સ્પોર્ટી અને પ્રીમિયમ આકર્ષણને વધારે છે.
કંપનીનું કહેવું છે કે, iGO અસિસ્ટથી સજ્જ TVS Raiderનું એન્જિન 6000 rpm પર 11.75 ન્યૂટન મીટરનો ક્લાસ લીડિંગ ટોર્ક જનરેટ કરે છે. iGO આસિસ્ટ બૂસ્ટ મોડ સાથે માત્ર 5.8 સેકન્ડમાં 0 થી 60 kmph સુધીની ઝડપ વધારવા માટે રાઇડરને સક્ષમ કરે છે, જે ફર્સ્ટ-ઇન-સેગમેન્ટ ફીચર છે. આ સિવાય તે બાઈકના માઈલેજને પણ લગભગ 10 ટકા સારું બનાવે છે.
પહેલાની જેમ, TVS Raider પાસે 124.8 cc ક્ષમતાનું એર અને ઓઇલ-કૂલ્ડ 3V એન્જિન છે. જે 8.37kWનો પાવર જનરેટ કરે છે. આ એન્જિન 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. તેમાં ગેસ-ચાર્જ્ડ 5-સ્ટેપ એડજસ્ટેબલ મોનો-શોક સસ્પેન્શન, લો ઘર્ષણ ફ્રન્ટ સસ્પેન્શન અને સ્પ્લિટ સીટ અને 17-ઇંચના એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે.
નવા લોન્ચ પર બોલતા, TVS મોટર કંપનીના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ, હેડ કોમ્યુટર બિઝનેસ અને હેડ કોર્પોરેટ બ્રાન્ડ એન્ડ મીડિયા અનિરુધ હલદરે જણાવ્યું હતું કે, ‘TVS રાઇડર પ્રથમ વખત બુસ્ટ મોડના ઉમેરા સાથે વધુ રોમાંચક બની ગયું છે. સેગમેન્ટ જે 0.55 Nmનો વધારાનો ટોર્ક જનરેટ કરે છે અને માઈલેજ પણ 10 ટકા વધારે છે. આ ઉપરાંત, લાલ રંગના એલોય વ્હીલ્સ પણ બાઇકના સ્પોર્ટી દેખાવને વધારે આકર્ષક બનાવે છે.’