fbpx

રતન ટાટાની વસિયતમાં શાંતનુ નાયડુને જાણો શું મળ્યું

Spread the love

રતન ટાટાએ બિઝનેસનો વિશાળ વારસો છોડ્યો, જે હવે નોએલ ટાટા સંભાળી રહ્યા છે. ટાટા ગ્રુપને તેનો ઉત્તરાધિકારી મળી ગયો છે, પરંતુ હવે રતન ટાટાની મિલકત કોને મળશે તે મોટો પ્રશ્ન છે. આ દરમિયાન, સમાચાર આવ્યા છે કે રતન ટાટાના વસિયતમાં ઘણા લોકોના નામ છે, જેમાં શાંતનુ નાયડુનું નામ પણ સામેલ છે, જે તેમના અંતિમ દિવસો સુધી તેમના સહાયક હતા. આ સિવાય ટાટા ગ્રુપની વિવિધ કંપનીઓમાં કોને તેમના શેર મળશે તે પણ જણાવવામાં આવ્યું છે. રતન ટાટાની સૌથી મોટી સંપત્તિ ગ્રુપ કંપનીઓમાં તેમનો હિસ્સો છે. આ સિવાય તેમની પાસે એક બંગલો, કાર અને અન્ય મિલકતો છે, જેનો ઉલ્લેખ તેમની વસિયતમાં છે. આવો તમને જણાવીએ કે રતન ટાટાની પ્રોપર્ટી કયા લોકો કે સંસ્થાઓને મળશે.

ચેરિટેબલ ટ્રસ્ટને શેર દાન કરવાની ટાટા ગ્રૂપની પરંપરાને ધ્યાનમાં રાખીને, રતન ટાટાનો હિસ્સો રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશન (RTEF)ને ટ્રાન્સફર કરવામાં આવશે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, સૂત્રોનું કહેવું છે કે, ટાટા સન્સના વડા N ચંદ્રશેખરન RTEFની અધ્યક્ષતા કરી શકે છે.

કોલાબામાં હલેકાઈ હાઉસ, જ્યાં રતન ટાટા તેમના અંતિમ દિવસો સુધી રહેતા હતા, તે ટાટા સન્સની 100 ટકા પેટાકંપની એવર્ટ ઈન્વેસ્ટમેન્ટ્સની માલિકીનું છે. તેનું ભવિષ્ય ઇવર્ટ દ્વારા નક્કી કરવામાં આવશે. રતન ટાટાએ હલેકાઈ હાઉસ અને અલીબાગ બંગલા બંનેની ડિઝાઈન તૈયાર કરી હતી, પરંતુ અલીબાગની મિલકત વિશે કંઈ સ્પષ્ટ નથી.

મુંબઈના દરિયા કિનારે જુહુનું ઘર, જે રતન ટાટા અને તેમના પરિવાર, ભાઈ જીમી, સાવકા ભાઈ નોએલ ટાટા અને સાવકી મા સિમોન ટાટાને તેમના પિતા નવલ ટાટાના મૃત્યુ પછી વારસામાં મળ્યું હતું. સૂત્રોનું કહેવું છે કે ઘણા વર્ષોથી તેને વેચવાની યોજના હતી, તેથી તે 20 વર્ષથી બંધ પડ્યું છે.

ટાટા સન્સના શેર ઉપરાંત, ટાટા મોટર્સ સહિત અન્ય ટાટા જૂથની કંપનીઓમાં રતન ટાટાનો હિસ્સો પણ RTEFને ટ્રાન્સફર કરવામાં આવશે. 2022માં સ્થપાયેલ, RTEF એક બિન-લાભકારી સંસ્થા છે.

રતન ટાટા પાસે 20-30 કારનો સંગ્રહ હતો, જે હાલમાં કોલાબામાં હલેકાઈ નિવાસસ્થાન અને તાજ વેલ્સ લિંગ્ટન મેવ્સ સર્વિસ્ડ એપાર્ટમેન્ટમાં રાખવામાં આવી છે. આ કાર કલેક્શનનું ભવિષ્ય વિચારણા હેઠળ છે, જેમાં પૂણેના મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવા અથવા ટાટા ગ્રૂપ દ્વારા હસ્તગત અથવા હરાજી કરવા સહિતનો સમાવેશ થાય છે.

રતન ટાટાની વસિયતમાં તેમના કાર્યકારી સહાયક શાંતનુ નાયડુનું નામ પણ છે. રતન ટાટાએ નાયડુના સંયુક્ત સાહસ, ‘ગુડફેલો’માં તેમનો હિસ્સો છોડી દીધો છે અને આ સિવાય રતન ટાટાએ શાંતનું નાયડુને વિદેશમાં જઈને શિક્ષણ લેવા માટે જે લોન આપી હતી, તેને પણ માફ કરી દીધી છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!