fbpx

પ્રાંતિજ ના જેસગપુરા પાસે ટ્રક પાછળ ટ્રક ધુસી જતા એક યુવાન નુ મોત

Spread the love

પ્રાંતિજ ના જેસગપુરા પાસે ટ્રક પાછળ ટ્રક ધુસી જતા એક યુવાન નુ મોત
– મૃત ના પિતા દ્રારા ટ્રક ચાલક વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરી
– પ્રાંતિજ પોલીસે ગુનોનોધી આગળ ની તપાસ હાથ ધરી
             


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના જેસગપુરા પાસે આગળ જતી ટ્રક પાછળ ટ્રક ધુસી જતા ટ્રક મા સવાર એક યુવાન નુ મોત નિપજ્યુ


   પ્રાંતિજ ના જેસગપુરા પાટીયા પાસે ટ્રક નંબર આર જે ૧૪ જી.પી ૭૫૬૨ નો ચાલક પોતાના કબજાની ટ્રક પુરઝડપે બેદરકારી અને ગફલત ભરી રીતે હંકારી લાવી પોતાની આગળ જતી ટ્રક નંબર આર જે ૦૯ જીસી ૮૧૦૮ ને પાછળ ના ભાગે ટક્કર મારી પોતાને શરીરે તથા ડાબા પગે ગંભીર ઈજાઓ પહોંચાડી તથા પોતાના કબજાની ગાડીમા બેઠેલ નંદુરામ ના પુત્ર મલુઆ રહે.  મામચારી તા.જી.કરોલી રાજસ્થાન ને શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવી ગુન્હો કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા મૃત યુવાન ના પિતા નંદુરામ છોથુલાલ મીણા રહે.મામચારી તા.જી.કરોલી રાજસ્થાન દ્રારા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે ટ્રક ચાલક દિલખુશ મખ્ખુરામ મીણા રહે. રતીયાપુરા તા.જી કરોલી રાજસ્થાન વિરૂધ્ધ આઇપીસીકલમ ૧૦૬(૧),૨૮૧,૧૨૫(એ)(બી)તથા મોટર વ્હીકલ એકટ ની કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુનોનોંધી આગળ ની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના સબ ઇન્સ્પેક્ટર એન.બી.વાધેલા દ્રારા તપાસ હાથ ધરવામા આવી હતી

જીલ રાવલ પ્રાંતિજ 

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!