fbpx

વિદેશમાં મોટો દાવ રમવાની તૈયારી કરી રહ્યા છે ગૌતમ અદાણી, દુબઈમાં નવી કંપની બનાવી

Spread the love

ગૌતમ અદાણીએ UAEમાં નવી કંપની બનાવી છે. ગયા વર્ષે અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપ વિશે એક રિપોર્ટ જાહેર કર્યો હતો. આ પછી ગ્રુપના શેરમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ હવે અદાણી જૂથ આમાંથી ઘણી હદ સુધી બહાર આવી ચૂક્યું છે અને ફરી એકવાર ઝડપથી વિસ્તરી રહ્યું છે.

ભારત અને એશિયાના બીજા સૌથી મોટા અમીર ગૌતમ અદાણી વિદેશમાં મોટો દાવ રમવાની તૈયારી કરી રહ્યા છે. અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL)એ શનિવારે જાહેરાત કરી હતી કે તેણે UAEમાં સેલેરિટાસ ઇન્ટરનેશનલ FZCO નામના નવા યુનિટની રચના કરી છે. 100,000 દિરહમની અધિકૃત અને પેઇડ-અપ શેર મૂડી સાથે, સેલેરિટાસ જેબેલ અલી ફ્રી ઝોનમાં કામ કરવા માટે તૈયાર છે. જોકે, કંપનીએ એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું હતું કે, તેણે હજુ સુધી બિઝનેસ પ્રવૃત્તિઓ શરૂ કરી નથી. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ સેલેરિટાસમાં 74 ટકા હિસ્સો ધરાવે છે અને આ એક્વિઝિશનમાં કોઈ સંબંધિત પાર્ટી ટ્રાન્ઝેક્શન નથી.

સ્ટોક એક્સચેન્જની ફાઇલિંગમાં જણાવ્યા અનુસાર, અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડની એક સંયુક્ત સાહસ કંપની એપ્રિલ મૂન રિટેલ પ્રાઈવેટ લિમિટેડ રૂ. 200 કરોડમાં કોકોકાર્ટ વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડમાં 74 ટકા હિસ્સો હસ્તગત કરવા માટે તૈયાર છે. અદાણી એન્ટરપ્રાઇઝ ગ્રૂપના એરપોર્ટ, રોડ અને ડેટા સેન્ટર બિઝનેસનું સંચાલન કરે છે. કંપનીએ ચાલુ નાણાકીય વર્ષ માટે રૂ. 80,000 કરોડના મૂડી ખર્ચની યોજના બનાવી છે. જેમાં એરપોર્ટ બિઝનેસ અને અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ માટે 50,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. અદાણી એરપોર્ટના નવી મુંબઈમાં સાત ઓપરેશનલ એરપોર્ટ અને એક નિર્માણાધીન એરપોર્ટ છે. તેણે આગામી દાયકામાં 21 બિલિયન ડૉલરના રોકાણની રૂપરેખા આપી છે.

અદાણી ગ્રુપ 2019થી એરપોર્ટ બિઝનેસમાં કાર્યરત છે અને હાલમાં તે ભારતમાં એરપોર્ટનું સૌથી મોટું ખાનગી ઓપરેટર છે. અદાણી એન્ટરપ્રાઇઝિસનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો પાછલા વર્ષની સરખામણીએ જૂન 2024ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળામાં 116 ટકા વધીને રૂ. 1,454 કરોડ થયો છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં તે રૂ. 674 કરોડ હતો. સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન કામગીરીમાંથી કંપનીની આવક ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 22,644 કરોડની સરખામણીએ 12 ટકા વધીને રૂ. 25,472 કરોડ થઈ છે. શુક્રવારે અદાણી એન્ટરપ્રાઈઝના શેર 4.76 ટકાના ઘટાડા સાથે રૂ. 2693.70 પર બંધ થયા હતા.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg
error: Content is protected !!