વડોદરામાં ટાટા ગ્રુપના C-295 પ્લેનના એસેમ્બલ યુનિટના લોકાપર્ણ માટે 28 ઓક્ટોબર, સોમવારે PM મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાન્ચેજ આવી રહ્યા છે. તેમના માટે જમવાની વ્યવસ્થા લક્ષ્મી વિલાસ પેલેસમાં કરવામાં આવી છે.
બંને દેશના પ્રધાનમંત્રી માટે આ પેલેસમાં આવેલા યુજીન હોલમાં લંચની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ગુજરાતી, પંજાબી અને સ્પેનિશ ફુડ પિરસવામાં આવશે. શાસ્ત્રીય સંગીતની સુરાવલી વચ્ચે મહેમાનો ભોજનનો રસાસ્વાદ માણશે.
તમામ ગુજરાતી વાનગીઓ અને 10 જેટલા ગુજરાતી સ્ટાર્ટર હશે. પંજાબી ફુડમાં ટીંડોળા-કાજુનું શાક, નાન, છોલે, તંદુરી રોટી, રૂમાલી રોટી હશે. જમતા જમતા બંને પ્રધાનમંત્રી વિદેશ વેપાર પર હસ્તાક્ષર પણ કરશે.
લક્ષ્મી વિલાસ પેલેસની વેલ્યુએશન 20000 કરોડ રૂપિયાની છે અને યુજીન હોલમાં અમૂલ્ય ઝુમ્મરો, કલાત્મક કોતરણી, મનમોહક પેઇન્ટિંગ્સ અને વિદેશી ગાલીચા રાખવામાં આવેલા છે.