fbpx

સ્વ-રોજગારમાં સફળતા જોખમથી દૂર રહેવાના વલણથી પ્રાપ્ત કરી શકાતી નથીઃ રાષ્ટ્રપતિ

Spread the love

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી) ભિલાઇના દિક્ષાંત સમારંભમાં હાજરી આપી હતી. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, IITયનોએ પોતાની અગ્રણી વિચારસરણી, પ્રાયોગિક માનસિકતા, નવીન અભિગમ અને દૂરંદેશી દૃષ્ટિકોણ સાથે દેશ અને વિશ્વની પ્રગતિમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. ઘણી વૈશ્વિક કંપનીઓનું નેતૃત્વ કરીને, તેઓ તેમની તકનીકી અને વિશ્લેષણાત્મક કુશળતાથી 21મી સદીના વિશ્વને ઘણી રીતે આકાર આપી રહ્યા છે. IITના ઘણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ઉદ્યોગસાહસિકતાનો માર્ગ પસંદ કર્યો છે અને નવી નોકરીઓ બનાવી છે. તેમણે ભારતની ડિજિટલ કાયાપલટ અને સ્ટાર્ટ-અપ સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે ઉદ્યોગના ક્ષેત્રમાં, એવું કહેવામાં આવે છે, કોઈ જોખમ નહીં તો કોઈ ફાયદો નહીં. બીજા શબ્દોમાં કહીએ તો, સ્વ-રોજગારમાં સફળતા જોખમથી દૂર રહેવાના વલણથી પ્રાપ્ત કરી શકાતી નથી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ તેમની જોખમની ભૂખ સાથે આગળ વધવાનું ચાલુ રાખશે, નવી તકનીકીઓ વિકસાવશે અને વિશ્વને વધુ સારું સ્થળ બનાવવાની દિશામાં કામ કરશે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે છત્તીસગઢ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓથી સમૃદ્ધ છે. આદિવાસી સમાજના લોકો પ્રકૃતિને નજીકથી સમજે છે અને પર્યાવરણ સાથે સદીઓથી સુમેળ સાધીને રહે છે. તેઓ કુદરતી જીવનશૈલી દ્વારા સંચિત જ્ઞાનનો ભંડાર છે. તેમને સમજીને અને તેમની જીવનશૈલીમાંથી બોધપાઠ લઈને આપણે ભારતના સાતત્યપૂર્ણ વિકાસમાં નોંધપાત્ર પ્રદાન કરી શકીએ તેમ છીએ. પરંતુ આપણા આદિવાસી ભાઈઓ-બહેનોની સક્રિય ભાગીદારીથી જ દેશનો સમાવેશી વિકાસ શક્ય છે. તેમણે આદિજાતિ સમાજની પ્રગતિ માટે તકનીકી ક્ષેત્રમાં વિશેષ પ્રયત્નો કરવા બદલ IIT ભિલાઈની પ્રશંસા કરી.

રાષ્ટ્રપતિએ એ જાણીને આનંદ વ્યક્ત કર્યો કે IIT ભિલાઈ એગ્રી-ટેક, હેલ્થ-ટેક અને ફિન-ટેક પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ સંસ્થાએ મોબાઇલ એપ્લિકેશનો બનાવવા માટે આરોગ્યસંભાળ ક્ષેત્રે એઈમ્સ રાયપુર સાથે સહયોગ કર્યો છે જે ગ્રામજનોને ઘરે તબીબી સહાય મેળવવામાં મદદ કરે છે. આ સંસ્થાએ ઈન્દિરા ગાંધી કૃષિ યુનિવર્સિટી, રાયપુર સાથે પણ સહયોગ સાધ્યો છે, જેથી ખેડૂતો માટે એવા ટેક સોલ્યુશન્સ તૈયાર કરી શકાય કે જે તેમને તેમના સંસાધનોનું યોગ્ય રીતે માર્ગદર્શન અને ઉપયોગ કરવામાં મદદ કરે. તેમણે એમ પણ નોંધ્યું હતું કે IIT ભિલાઈ મહુઆ જેવા નાના વન ઉત્પાદનો પર કામ કરતા આદિજાતિ સમુદાયોના વિકાસ માટે કામ કરી રહી છે.

રાષ્ટ્રપતિને એ જાણીને આનંદ થયો કે IIT ભિલાઈ સર્વસમાવેશક દૃષ્ટિકોણ સાથે આગળ વધી રહી છે અને વંચિત અને પછાત વર્ગોના યુવાનોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરી રહી છે. સંસ્થાએ મહિલા વિદ્યાર્થીઓની સંખ્યા અને ભાગીદારી વધારવા માટે પણ પગલાં લીધાં છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, IIT ભિલાઈ, નવા સ્વપ્નો, નવી વિચારસરણી અને અત્યાધુનિક ટેકનોલોજી સાથે દેશનું નામ રોશન કરશે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!