UPના આગ્રામાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે મોટી કાર્યવાહી હાથ ધરી છે. અહીંથી 8 કરોડ રૂપિયાની નકલી દવાઓ મળી આવી છે. હકીકતમાં, ટીમે છેલ્લા 8 મહિનાથી નકલી દવાઓનો વેપાર કરતા ડ્રગ માફિયા વિજય ગોયલની ગુપ્ત ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો. અહીંથી મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી અને પંજાબ જેવા રાજ્યોમાં દવાઓ સપ્લાય કરવામાં આવતી હતી. પોલીસે આ કેસમાં 10 લોકોની ધરપકડ કરી છે.
ઉત્તર પ્રદેશના આગ્રામાં બજારમાં 80 કરોડ રૂપિયાની નકલી દવાઓનો પર્દાફાશ થયો છે. આ પર્દાફાશ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના દરોડા દરમિયાન થયો હતો. આ દરમિયાન 8 કરોડ રૂપિયાની નકલી દવાઓ પણ મળી આવી છે. હકીકતમાં, ટાસ્ક ફોર્સે ફાર્માસ્યુટિકલ ફેક્ટરીમાં દરોડો પાડ્યો હતો. આ દવાની ફેક્ટરી ડ્રગ માફિયા વિજય ગોયલની હતી. હાલમાં જ નકલી દવાઓ બનાવવાના આરોપમાં વિજય ગોયલની ધરપકડ કરવામાં આવી હતી અને તે લગભગ 8 મહિના જેલમાં રહ્યો હતો.
મળતી માહિતી મુજબ, વિજય ગોયલને 8 મહિના પછી જામીન મળ્યા હતા. આ પછી તેણે ફરીથી આટલા મોટા પાયે નકલી દવાઓનો ધંધો શરૂ કર્યો. વિજય ગોયલ છેલ્લા 4 મહિનાથી સતત હિમાચલ પ્રદેશનો પ્રવાસ કરી રહ્યો હતો. વિજય ગોયલને ખ્યાલ નહોતો કે, ટાસ્ક ફોર્સના અધિકારીઓ સતત તેનો પીછો કરી રહ્યા છે. નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દ્વારા ટ્રેકિંગ કર્યા પછી, નકલી દવાઓ બનાવતી ફેક્ટરી શોધી કાઢવામાં આવી હતી.
ફેક્ટરી શોધી કાઢ્યા પાછી દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં નકલી દવાઓ બનાવવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું. વિજય ગોયલની આ ફેક્ટરીમાંથી નકલી દવાઓ બનાવવામાં આવતી હતી અને તેનું મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી અને પંજાબમાં વેચી દેવામાં આવતી હતી. છેલ્લા 4 મહિનામાં 80 કરોડ રૂપિયાની દવાઓ બજારમાં ઠાલવવામાં આવી હતી. ફેક્ટરી મુખ્યત્વે કેન્સર, ડાયાબિટીસ, ઊંઘની ગોળીઓ, એન્ટિબાયોટિક્સ, એલર્જી અને અન્ય કેટલીક બીમારીઓ માટેની મોંઘી નકલી દવાઓ બનાવતી હતી.
નકલી દવાઓ બનાવવાની આ ફેક્ટરી સિકંદરા પોલીસ સ્ટેશનથી 4 કિલોમીટર દૂર ઈન્ડસ્ટ્રીયલ એરિયાના મોહમ્મદપુર વિસ્તારમાં ગુપ્ત રીતે ચલાવવામાં આવી રહી હતી. આ ફેક્ટરીની આસપાસ કોઈપણ પ્રકારની વસ્તી નથી. તમામ રસ્તાઓ ફેક્ટરી સાથે જોડાયેલા છે, જેના કારણે માલના લોડિંગ અને અનલોડિંગમાં કોઈ સમસ્યા થતી ન હતી. રાત્રે 10 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી ફેક્ટરીમાં નકલી દવાઓ બનાવવાનું કામ ચાલતું હોવાની માહિતી પણ સામે આવી છે.
પોલીસે આ કેસમાં 10 લોકોની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન એન્ટી નાર્કોટિક્સ ટીમ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, આ દિવસોમાં કયા ડીલરોએ ડ્રગ્સનું વેચાણ કર્યું છે? એન્ટી નાર્કોટિક્સ ટીમ એ પણ તપાસ કરી રહી છે કે, આ દવાઓ દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ વગેરેના શહેરોમાં ક્યાંથી સપ્લાય કરવામાં આવી છે.
DCP સિટી સૂરજ કુમાર રાયે જણાવ્યું કે, આ દવાઓ આગ્રામાં મોટા પાયે તૈયાર કરવામાં આવી છે, જેની વિગતો અહીંથી મળી છે. 8 કરોડનો સામાન રિકવર કરવામાં આવ્યો છે. ભારતીય ન્યાયિક સંહિતાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. વિશેષ કલમ 111 પણ લાગુ કરવામાં આવી છે.