fbpx

મોમોસ વેચનારની એક દિવસની કમાણી વિશે સાંભળીને નોકરી કરનારાઓને ચક્કર આવી જશે

Spread the love

તમને શાહરુખની ફિલ્મ ‘રઈસ’નો એક લોકપ્રિય ડાયલોગ યાદ છે? તે ફિલ્મમાં શાહરૂખ ખાન કહે છે કે, ‘કોઈપણ ધંધો નાનો કે મોટો નથી હોતો અને ધંધાથી મોટો કોઈ ધર્મ હોતો નથી’ કારણ કે લોકો તેને નાનો માને છે. એક દિવસની તેની કમાણી સાંભળીને તમારું માથું ફરી જશે. હાલમાં જ એક મોમોસ વેચનારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મોમો વેચનાર દુકાનદારની કમાણી જાણીને તમને આશ્ચર્ય થશે. વાયરલ વીડિયોમાં, એક ઈંફ્લુએંસરે મોમોઝ વેચતા દુકાનદારની એક દિવસની કમાણી જાહેર કરી છે.

આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, દુકાનદાર સ્ટીમ મોમોઝ 60 રૂપિયા પ્રતિ પ્લેટ અને તંદૂરી મોમોઝ 80 રૂપિયા પ્રતિ પ્લેટમાં વેચે છે. દિવસની શરૂઆતમાં વેચાણ ઓછું હોય છે, પરંતુ સાંજ પડતા જ ગ્રાહકોની સંખ્યા વધી જાય છે.

વીડિયોના અંતમાં દુકાનદાર જણાવે છે કે, તેણે એક દિવસમાં 121 પ્લેટ સ્ટીમ મોમોઝ અને 80 પ્લેટ તંદૂરી મોમોઝ વેચ્યા. કુલ મળીને, તેની એક દિવસની કમાણી લગભગ રૂ. 13,500 થાય છે. તેમાંથી રૂ. 6,000થી રૂ. 7,000 ખર્ચામાં નીકળી જાય છે, જેથી તેને રૂ. 7,500થી રૂ. 8,000ની ચોખ્ખી આવક થઇ જાય છે.

જો આપણે તેને માસિક ધોરણે જોઈએ તો, દુકાનદારની માસિક કમાણી લગભગ 2,40,000 રૂપિયા છે. ઘણા નોકરી કરતા લોકો આ રકમ સાંભળીને જ આશ્ચર્યચકિત થઈ જાય છે, કારણ કે આ કમાણી ઘણી નોકરીઓ કરતા વધુ છે. મોમોઝ બિઝનેસ શરૂ કરવા માટે વધારે મૂડીની જરૂર નથી પડતી અને તે નફાકારક બિઝનેસ સાબિત થઈ શકે છે. આ વીડિયો જોયા પછી ઘણા લોકો મોમોસ સ્ટોલ લગાવવાનું વિચારી શકે છે.

આ વાયરલ વીડિયોને @sarthaksachdevva નામના એકાઉન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે અને કેપ્શન લખવામાં આવ્યું છે, ‘ભાઈ, મોમોઝની એક પ્લેટ.’ આ વીડિયોને અત્યાર સુધીમાં 2 કરોડ 85 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને 1.7 મિલિયન લોકોએ તેને પસંદ કર્યું. જ્યારે 1.7 મિલિયન લોકોએ તેને શેર કર્યો હતો. મોમો દુકાનદારની કમાણી જાણીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વાયરલ વીડિયો પર યુઝર્સ વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કટાક્ષ કર્યો, ‘તેમણે મારી ડિગ્રી ઘટાડી દીધી.’ બીજા યુઝરે કહ્યું, ‘જો મેં મારી ટ્યુશન ફી મોમો સ્ટોલમાં લગાવી હોત તો કદાચ અત્યાર સુધીમાં મેં સ્કૂલ ખોલી દીધી હોત.’

ઇન્સ્ટાગ્રામ પરના એક વિડિયોમાં, જેને અત્યાર સુધીમાં 23 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે, સચદેવા, સંપૂર્ણપણે વિક્રેતા તરીકેનો પોશાક પહેર્યો છે અને મોમો સ્ટોલવાળા સાથે હળીમળી જાય છે. સચદેવા, 1.47 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ સાથે તેની યુટ્યુબ ચેનલ માટે જાણીતો છે, તેણે ઓર્ડર આવતા પહેલા મોમોઝ તૈયાર કરવાની મૂળભૂત બાબતો શીખી લીધી હતી.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg
error: Content is protected !!