પ્રાંતિજ ઉમાપાર્ક સોસાયટી મા તસ્કરો ત્રાટક્યા
– મકાન મા પ્રવેશ કરી રોકડ રકમ સોના-ચાંદી ના દાગાના સહિત ની ચોરી કરી પલાયન
– સોસાયટી ના રહીશો સહિત અન્ય સોસાયટીઓના રહીશો મા ભંય નો માહોલ
– લગ્ન સિઝન માં જ ત્રસ્કરો ના આંટા ફેરા વધતા રહીશોમા ભંય
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ એપ્રોચરોડ રોડ ઉપર આવેલ ઉમાપાર્ક સોસાયટી મા રાત્રી ના સમયે એક મકાન મા તસ્કરો ધુસ્યા રોકડ રકમ સોનાચાંદી ના દાગીનાની ચોરી કરી પલાયન થતા મકાન માલિક દ્રારા પ્રાંતિજ પોલીસ ને જાણ કરી
પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ ઉમાપાર્ક સોસયટી ખાતે રહેતા મહેશભાઇ સિંધી કે જેવો કચ્છ ખાતે રહેતા તેવોના કાકા ની ખબર કાઢવા પરિવાર સાથે ગયેલ હતા અને તેવોનુ ધર બંધ હતુ તો તસ્કરો રાત્રીના સમયે મકાન ના ધાબા ઉપર થી સિડીનો દરવાજો તોડી મકાન મા પ્રવેશ કરી સર-સામાન વેર વિખેર કર્યો હતો તો પર્સ મા રહેલ અંદાજે-૩૦૦૦ તથા ધર મા રહેલ પરચુરણ અંદાજે ૩૦૦૦ તથા ભગવાન ના પાલખામાથી ચાંદી ના સિક્કા અંદાજે-૧૫ નગ તથા ગણપતિ તથા લક્ષ્મીજી ની મૂર્તિઓ , ચાંદીની ગાય તથા કબાટ માંથી સોનાનીચુની , સોનાનો સિક્કો નંગ-૧ ,ચાંદીની હેરો તથા ફ્રીજ મા રહેલ કાજુ-બદામ-પીસ્તા ના પેકેટ તસ્કરો ચોરી કરી લઈ જતા મકાન માલિક ધરે આવતા સરસામાન વેરવિખેર જોતા ચોરી થઈ હોવાનુ માલૂમ પડતા તાત્કાલિક પ્રાંતિજ પોલીસ ને જાણ કરી હતી અને પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ધટના સ્થળે દોડી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી તો સોસાયટીઓમા અવરનવર ચોરીઓને લઈ ને સોસાયટી ના રહીશો મા ભંય નો માહોલ જોવા મલ્યો હતો તો હાલ લગ્ન ની સિઝન પુરબહાર ખીલી હોય લોકો લગ્ન સિઝન મા ભરાયેલા હોય તસ્કરો ના આંટા ફેરા પણ વધ્યા છે ત્યારે પ્રાંતિજ પોલીસ દ્રારા રાત્રી નો પોલીસ પેટ્રોલિંગ સધન કરે તેવી માંગ પણ ઉઠવા પામી છે
જીલ રાવલ પ્રાંતિજ