fbpx

કેપ્ટન વગરની પાકિસ્તાન ટીમ જાહેર, બાબર-શાહીન ઝિમ્બાબ્વે પ્રવાસમાંથી બહાર

Spread the love

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ઝિમ્બાબ્વે અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી છે. પૂર્વ કેપ્ટન બાબર આઝમ ઝિમ્બાબ્વે પ્રવાસ પર ટીમનો ભાગ નહીં હોય. ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી અને નસીમ શાહને પણ ઝિમ્બાબ્વે પ્રવાસમાં આરામ આપવામાં આવ્યો છે. બાબર, શાહીન અને નસીમ ઈંગ્લેન્ડ સામેની છેલ્લી બે ટેસ્ટ મેચમાં પણ પાકિસ્તાન ટીમનો ભાગ નહોતા.

જોકે બાબર, શાહીન અને નસીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસની બંને ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, PCBએ કેપ્ટન વિના જ ટીમની જાહેરાત કરી દીધી છે. અહીં તમને જણાવી દઈએ કે, બાબર આઝમે થોડા સમય પહેલા જ ODI અને T20 ટીમની કેપ્ટન્સી છોડી દીધી હતી. પ્રેસ કોન્ફરન્સમાં PCB નવા કેપ્ટનની જાહેરાત કરી શકે છે. પાકિસ્તાનની ટીમ પહેલા ઓસ્ટ્રેલિયા અને પછી ઝિમ્બાબ્વેનો પ્રવાસ કરશે. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી 4 નવેમ્બરથી શરૂ થશે. જ્યારે ઝિમ્બાબ્વે પ્રવાસની મેચો 24 નવેમ્બરથી શરૂ થશે.

ફાસ્ટ બોલર મોહમ્મદ હસનૈનનો પણ ઝિમ્બાબ્વે પ્રવાસની બંને ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હસનૈન છેલ્લે પાકિસ્તાન તરફથી જાન્યુઆરી 2023માં રમ્યો હતો. અરાફાત મિન્હાસ, ઓમેર બિન યુસુફ, સુફિયાન મુકીમ, ફૈઝલ અકરમ, અહેમદ દાનિયાલ અને જહાન્દાદ ખાન જેવા ઉભરતા ખેલાડીઓને પણ ઝિમ્બાબ્વે પ્રવાસમાં તક મળી છે.

ઝિમ્બાબ્વે પ્રવાસ માટે પાકિસ્તાનની વનડે ટીમ: આમિર જમાલ, અબ્દુલ્લા શફીક, અબરાર અહેમદ, અહેમદ દાનિયાલ, ફૈઝલ અકરમ, હારિસ રઉફ, હસીબુલ્લાહ (વિકેટકીપર), કામરાન ગુલામ, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), મોહમ્મદ ઈરફાન ખાન, સેમ અયુબ, આગા સલમાન, શાહનવાઝ દહાની અને તૈયબ તાહિર.

ઝિમ્બાબ્વે પ્રવાસ માટે પાકિસ્તાનની T-20 ટીમઃ અહેમદ દાનિયાલ, અરાફાત મિન્હાસ, હારિસ રઉફ, હસીબુલ્લાહ (વિકેટકીપર), જહાન્દાદ ખાન, મોહમ્મદ અબ્બાસ આફ્રિદી, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ ઈરફાન ખાન, ઓમેર બિન યુસુફ, કાસિમ અકરમ, સાહિબજાદા ફરહાન, સલમાન અલી આગા, સુફયાન મોકીમ, તૈયબ તાહિર અને ઉસ્માન ખાન.

ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે શ્રેણી માટે પાકિસ્તાનની ટીમઃ આમિર જમાલ, અબ્દુલ્લા શફીક, અરાફાત મિન્હાસ, બાબર આઝમ, ફૈઝલ અકરમ, હારિસ રઉફ, હસીબુલ્લાહ (વિકેટકીપર), કામરાન ગુલામ, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), મોહમ્મદ ઈરફાન ખાન, નસીમ શાહ, સૈમ અયુબ, સલમાન અલી આગા, શાહીન શાહ આફ્રિદી

ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણી માટે પાકિસ્તાનની ટીમઃ અરાફાત મિન્હાસ, બાબર આઝમ, હારીસ રઉફ, હસીબુલ્લાહ, જહાન્દાદ ખાન, મોહમ્મદ અબ્બાસ આફ્રિદી, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), મોહમ્મદ ઈરફાન ખાન, નસીમ શાહ, ઓમૈર બિન યુસુફ, સાહિબજાદા ફરહાન, સલમાન અલી આગા. , શાહીન શાહ આફ્રિદી, સુફયાન મોકીમ, ઉસ્માન ખાન.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પાકિસ્તાનનો કાર્યક્રમ: 4 નવેમ્બર-1લી ODI, મેલબોર્ન, 8 નવેમ્બર-2જી ODI, એડિલેડ, 10 નવેમ્બર-ત્રીજી ODI, પર્થ, 14 નવેમ્બર-1st T20, બ્રિસ્બેન, 16 નવેમ્બર-2જી T20, સિડની, 18 નવેમ્બર-3જી T20, હોબાર્ટ.

ઝિમ્બાબ્વે પ્રવાસ માટે પાકિસ્તાનનો કાર્યક્રમ: 24 નવેમ્બર-1લી ODI, બુલાવાયો, 26 નવેમ્બર-2જી ODI, બુલાવાયો, 28 નવેમ્બર-ત્રીજી ODI, બુલાવાયો, 1 ડિસેમ્બર-1લી T20, બુલાવાયો, 3 ડિસેમ્બર-2જી T20, બુલાવાયો, 5 ડિસેમ્બર-3 T20, બુલાવાયો.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg
error: Content is protected !!