નરેન્દ્ર મોદી સરકારની મહત્વકાંક્ષી યોજનાઓમાંની એક આયુષ્માન ભારત છે. જેના સંદર્ભમાં નરેન્દ્ર મોદી સરકારે તાજેતરમાં જાહેરાત કરી હતી કે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને પણ આયુષ્માન ભારત યોજના હેઠળ મફત સારવારની સુવિધા મળશે. જ્યારે પહેલા આ યોજના ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે જ હતી. પરંતુ તાજેતરમાં સરકારે 70 વર્ષથી વધુ વયના વૃદ્ધોને પણ આ યોજના હેઠળ સામેલ કરવાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે, આયુષ્માન કાર્ડ માટે અરજી કરવી જરૂરી છે. જેની માહિતી અમે તમને અહીં આપવા જઈ રહ્યા છીએ.
આ યોજના દ્વારા અત્યાર સુધીમાં 35 કરોડ લોકો આયુષ્માન યોજનાનો લાભ લઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે, 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને સામેલ કર્યા પછી, લાભાર્થીઓની સંખ્યા 40 કરોડની નજીક પહોંચવાનો અંદાજ છે.
આ યોજના હેઠળ, કાર્ડ બનાવવાના સમય પહેલા થયેલા રોગોને પણ આવરી લેવામાં આવે છે. આ સાથે, બીમારી દરમિયાન હોસ્પિટલમાં દાખલ થયા પહેલા અને પછીના ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય તમામ ટેસ્ટ, ઓપરેશન અને દવાઓનો ખર્ચ તેમાં સામેલ છે.
આયુષ્માન ભારત યોજના હેઠળ કાર્ડ મેળવવા માટે, પહેલા તેની સત્તાવાર વેબસાઇટ (https://beneficiary.nha.gov.in/) પર જાઓ. અરજી માટે નોંધણી કરો. આ પછી, એપ્લિકેશન પ્રક્રિયા સાથે સંબંધિત દસ્તાવેજો અપલોડ કરો અને પછી OTP વેરિફિકેશન કરો. તમામ એપ્લિકેશન પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી ફાઇનલ સબમિટ કરો. ત્યાર પછી આયુષ્માન કાર્ડ બનીને તૈયાર થઈ જશે.
આયુષ્માન ભારત યોજના હેઠળ અત્યાર સુધીમાં 5 કરોડથી વધુ લોકોએ સારવાર લીધી છે. આ યોજના વર્ષ 2017માં શરૂ કરવામાં આવી હતી. આ વિશ્વની સૌથી મોટી વીમા યોજના છે. આ યોજના દ્વારા દેશના લગભગ 40 ટકા લોકોને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા મળે છે. દેશના મોટાભાગના રાજ્યોએ આ યોજનાનો અમલ કર્યો હતો પરંતુ પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોએ તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને તેના બદલે રાજ્ય સરકારની યોજનાનો અમલ કર્યો હતો.