fbpx

‘અંત ભલા તો સબ ભલા’ની વાત 2020માં પૂરી, હવે નવું સ્લોગન, ‘2025માં 225,ફરી નીતિશ’

Spread the love

2020માં, જ્યારે બિહાર વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી હતી, ત્યારે CM નીતિશ કુમારે તેમની છેલ્લી જાહેર સભામાં કહ્યું હતું કે ‘અંત ભલા તો સબ ભલા’. ત્યારે આ નિવેદનનો અર્થ એવો નીકાળવામાં આવ્યો હતો કે, CM નીતિશ કુમાર છેલ્લી વખત CM પદ માટે જનતા પાસેથી આશીર્વાદ માંગી રહ્યા હતા. ચૂંટણી પરિણામો પછી તેમની પાર્ટી JDU ત્રીજા સ્થાને પહોંચી ગઈ હતી પરંતુ CM નીતિશ કુમાર ફરી CM બન્યા હતા. હવે 2025માં બિહારમાં ફરીથી ચૂંટણીનું બ્યુગલ વાગવાનું છે. તે પહેલા બે મોટી ઘટના જોવા મળી રહી છે. પ્રથમ-પ્રશાંત કિશોરની નવી પાર્ટી જન સૂરાજ 2 ઓક્ટોબરે બિહારમાં લોન્ચ કરવામાં આવી હતી. અને બીજી- BJP નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ હિન્દુ સ્વાભિમાન યાત્રા કાઢી રહ્યા છે.

આ બદલાતા ઘટનાક્રમ વચ્ચે CM નીતિશ કુમારે સોમવારે NDAના તમામ ઘટક પક્ષોની બેઠક બોલાવી હતી અને તમામના મનની વાત જાણી લીધી હતી. આ બેઠકમાં NDAના ઘટક પક્ષોના અગ્રણી નેતાઓએ હાજરી આપી હતી. જો કે આ બેઠકમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પશુપતિ કુમાર પારસની પાર્ટીને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.

આ બેઠકમાં CM નીતીશ કુમારે ઉપસ્થિત તમામ પક્ષોની સંમતિ મેળવી હતી કે, આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી તેમના નેતૃત્વમાં જ લડવામાં આવશે. જો કે આ પહેલા પણ BJP સહિત અન્ય પક્ષોના નેતાઓ આને લગતા નિવેદનો આપતા હતા, પરંતુ બેઠકમાં બધાએ સર્વસંમતિથી તેની પુષ્ટિ કરી હતી. BJPના પ્રદેશ અધ્યક્ષ દિલીપ જયસ્વાલનું પણ કહેવું છે કે, NDA 2025ની વિધાનસભા ચૂંટણી CM નીતીશ કુમારના નેતૃત્વમાં જ લડશે. તેમણે એમ પણ કહ્યું કે, અમે વધુ સારા સંકલન સાથે ચૂંટણી લડીશું, આમાં કોઈને કોઈ ગેરસમજ ન હોવી જોઈએ.

આ બેઠક દ્વારા JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ CM નીતિશ કુમારે પણ વિરોધીઓને NDAની એકતાની તાકાત બતાવી. બેઠકમાં એકતા પર મહત્તમ ભાર મૂકવામાં આવ્યો હતો અને બધાએ એક અવાજે સંયુક્ત કાર્યક્રમો ચલાવવા અને NDA કાર્યકર્તાઓ વચ્ચે બહેતર સંકલન બનાવવાની વાત કરી હતી.

બેઠકમાં NDA નેતાઓને બિહારની 243 વિધાનસભા બેઠકોમાંથી 220થી 225 સીટો જીતવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો અને ‘2025માં 225, ફરીથી નીતીશ’ના નારા આપવામાં આવ્યા હતા. આ નારાથી સ્પષ્ટ થઈ ગયું છે કે, આગામી વિધાનસભા ચૂંટણી CM નીતિશ કુમારના નેતૃત્વમાં જ લડવામાં આવશે.

એકંદરે, બિહારના CM નીતિશ કુમારે NDAના તમામ ઘટક પક્ષોના નેતાઓને એકસાથે બેસાડીને ઘણા નિશાન સાધ્યા. એમાં કોઈ શંકા નથી કે, છેલ્લા ઘણા વર્ષોથી બિહારમાં ગમે તે ગઠબંધનની સરકાર હોય, CM હંમેશા નીતિશ કુમાર જ રહ્યા છે.

બિહારના રાજકારણના નિષ્ણાત અજય કુમાર પણ કહે છે કે, CM નીતીશ કુમાર માત્ર એક કુશળ રાજનેતા તરીકે જ નહીં પરંતુ રણનીતિકાર તરીકે પણ ઓળખાય છે. બિહાર પ્રત્યેની તેમની સમજ અદ્ભુત છે. જો તમે નજીકથી જુઓ, તો તેઓ સમયાંતરે તેમની વ્યૂહરચના બદલાતા રહે છે. આ જ પ્રકારે નવી રણનીતિના ભાગરૂપે ફરી એકવાર NDAની બેઠક બોલાવીને તેમણે ન માત્ર એકતાનો સંદેશ આપ્યો પરંતુ તેમની સ્થિતિ પણ મજબૂત કરી લીધી.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!