ભારતીય ટીમના પૂર્વ સ્પિનર હરભજન સિંહે જણાવ્યું કે, IPL 2025 માટે મુંબઇ ઇન્ડિયન્સ (MI) કયા ખેલાડીઓને રીટેન કરી શકે છે. હરભજન સિંહનું માનવું છે કે આ ટીમ 5 ખેલાડીઓને રીટેન કરશે, જેમાં રોહિત શર્મા એક હશે કેમ કે તેણે ભારત માટે T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીતી હતી. જો કે, IPL 2024 અગાઉ અને આ દરમિયાન જે કંઇ થયું હતું ત્યારબાદ મુંબઇ ઇન્ડિયન્સ સવાલોના ઘેરામાં છે. રોહિત શર્માને કેપ્ટન પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો અને હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઇટન્સ (GT)માંથી ટ્રેડ કર્યા બાદ મુંબઇનો કેપ્ટન બનાવી દેવામાં આવ્યો હતો.
મુંબઇ કયા કયા ખેલાડીઓને રીટેન કરશે? તેના પર બધાની નજરો છે, પરંતુ આ બધી વાતો વચ્ચે ભજ્જીએ મુંબઇ ઇન્ડિયન્સના સંભવિત રિટેન્શન પર પોતાના મંતવ્ય રજૂ કર્યું છે. તેમનું માનવું છે કે ભવિષ્ય માટે એક ટીમ બનાવશે અને અનુભવી ખેલાડીઓને પણ જોડાશે. તેમનું માનવું છે કે હાર્દિક પંડ્યા, જસપ્રીત બૂમરાહ અને સૂર્યકુમાર યાદવ ટીમ માટે રીટેન થનારા ટોપ-3 ખેલાડી હશે અને સાથે જ તેમનું માનવું છે કે રોહિત શર્માને રીટેન કરવામાં આવશે કે નહીં તેની બાબતે કોઇ સ્પષ્ટતા નથી. હરભજન સિંહે સ્ટાર સ્પોર્ટ્સ પર આ બધી વાતો કહી.
હરભજન સિંહે કહ્યું કે, મુંબઇ ઇન્ડિયન્સ એક એવી ટીમ છે, જેણે છેલ્લા 2-3 વર્ષોમાં સારું પ્રદર્શન કર્યું નથી. તેઓ એક ચેમ્પિયન ટીમ સાથે રહ્યા છે, સાથે જ એક ખૂબ સારી ટીમ પણ રહી છે અને જ્યાં સુધી મને ખબર છે તેઓ ભવિષ્ય માટે ટીમ બનાવવા બાબતે વિચારશે, પરંતુ તેનો અર્થ એ નથી કે આ વર્ષે અનુભવી ખેલાડીઓને પોતાની સાથે નહીં જોડે. ગયા વર્ષે તેણે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો અને મને લાગે છે કે તેને આ પદ પર યથાવત રાખવામાં આવશે. જસપ્રીત બૂમરાહ અને સૂર્યકુમાર યાદવને રીટેન કરવામાં આવશે અને સવાલ એ છે કે શું રોહિત શર્માને પણ રીટેન કરવામાં આવશે?
હરભજન સિંહે વધુમાં કહ્યું કે T20 વર્લ્ડ કપ 2024માં રોહિત શર્માને ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું અને તેને રીટેન કરવો જોઇએ. તેમનું એવું માનવું છે કે ઉપર બતાવવામાં આવેલા 4 ખેલાડીઓ સાથે તિલક વર્માને પણ ટીમમાં બનાવી રાખવો જોઇએ કેમ કે તે ટીમનો ભવિષ્ય હશે. નેહલ વાઢેરાને પણ અનકેપ્ડ ખેલાડી તરીકે રીટેન કરી શકાય છે. તિલક વર્મા એ ખેલાડીઓમાંથી એક છે જે ભવિષ્યમાં મુંબઇ ઇન્ડિયન્સ માટે મેચ જીતવામાં ખૂબ ઉપયોગી સાબિત થશે. જ્યારે બોલિંગની વાત આવે છે તો મને નથી લાગતું કે કોઇ એવો ખેલાડી છે જેને તેઓ ટીમમાં બનાવી રાખવા માગશે, નેહલ વાઢેરા તેમના માટે એક સારો વિકલ્પ હોય શકે છે. તો એક અનકેપ્ડ ખેલાડી છે એટલે તેને ટીમમાં પસંદ કરવો જોઇએ.