fbpx

ટિકિટ ન મળતાં CM શિંદેના MLAએ અન્ન-પાણીનો ત્યાગ કર્યો,ખૂબ રડ્યા અને ઘર છોડી દીધુ

Spread the love

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે આજે નામાંકન કરવાની છેલ્લી તારીખ છે. હજુ પણ ઘણી બેઠકો પર અરાજકતા છે. અમુક પક્ષના નેતા બળવો કરીને લડવા તૈયાર છે, તો અમુક જગ્યાએ કાર્યકરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેઓ કહે છે કે, યોગ્ય ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા નથી. આ દરમિયાન, CM એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ પાલઘર વિધાનસભા બેઠક પરથી પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે, જેને લઈને વર્તમાન ધારાસભ્ય શ્રીનિવાસ વનગા ડિપ્રેશનમાં ચાલ્યા ગયા છે. CM એકનાથ શિંદે સેનાએ તેમને ટિકિટ આપી નથી. આનાથી તેઓ ખૂબ જ દુઃખી છે અને સમાચાર એવા આવી રહ્યા છે કે, તેઓ 12 કલાકથી ગુમ થઇ ગયા છે. તેમણે સોમવારે સાંજે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાનો ગુસ્સો કાઢ્યો હતો અને ત્યાર પછીથી તેમના વિશે કોઈ માહિતી નથી.

તેના પરિવારજનોનું કહેવું છે કે તેઓ એટલા દુઃખી છે કે, તેમણે બે દિવસથી ખાવાનું અને પાણી પણ છોડી દીધું છે. તેમણે કહ્યું કે મેં CM એકનાથ શિંદે અને પાર્ટીને ખુબ સાથ આપ્યો અને બદલામાં મને આ ઈનામ મળ્યું છે. પરિવારજનોનું કહેવું છે કે, તેમના મનમાં તો આત્મહત્યા સુધીના વિચારો પણ આવતા હતા. એટલું જ નહીં પરિવારના સભ્યોનું કહેવું છે કે, ગત રાતથી તેમને પણ ધારાસભ્યના ઠેકાણા વિશે કોઈ માહિતી નથી. આ દરમિયાન, એક મરાઠી ચેનલ અનુસાર, CM એકનાથ શિંદેએ શ્રીનિવાસ વનગાની પત્નીને ફોન કરીને તેમને મનાવવા માટે કહ્યું હતું.

તેના પર તેમની પત્ની સુમન વનગાએ કહ્યું કે, તેઓ મારી વાત પણ સાંભળી રહ્યા નથી અને ઘરેથી નીકળી ગયા છે. શ્રીનિવાસની પત્નીએ કહ્યું કે, CM શિંદેએ અમને વચન આપ્યું છે કે, તેમને વિધાનસભા ચૂંટણીમાં તક નહીં આપવાના બદલામાં તેમને વિધાન પરિષદમાં મોકલવામાં આવશે. હાલમાં શ્રીનિવાસ વનગાનો ફોન સ્વીચ ઓફ બતાવે છે. પરિવારજનોનું કહેવું છે કે, તેઓ સાંજે 8 વાગ્યાની આસપાસ નીકળી ગયા હતા અને તેમના વિશે કોઈ માહિતી નથી. આ પહેલા તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, મેં CM એકનાથ શિંદે સાથે પૂરી ઈમાનદારી સાથે કામ કર્યું, પણ તેનું મને આ પરિણામ મળ્યું છે.

આ દરમિયાન શ્રીનિવાસ વનગાની માતાએ પણ CM શિંદે પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, મારા દીકરાએ બે દિવસથી કંઈ ખાધું નથી. તે ડિપ્રેશનમાં છે. હકીકતમાં, CM એકનાથ શિંદે સાથે બળવો કરનારા 40 ધારાસભ્યોમાંથી 39ને ટિકિટ આપવામાં આવી છે. માત્ર શ્રીનિવાસ વનગાને જ ટિકિટ મળી નથી. આવી સ્થિતિમાં તે ખૂબ જ દુઃખી છે. તેની માતાએ કહ્યું કે, અમને ડર છે કે મારો પુત્ર પોતાનો જીવ પણ જોખમમાં મૂકી શકે છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!