fbpx

રોહિંગ્યા ઘૂસણખોરો પર દિલ્હી HCનો મોટો નિર્ણય, આ અધિકાર આપવાનો કર્યો ઇનકાર

Spread the love

ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરીને રાજધાની દિલ્હીમાં રહેતા રોહિંગ્યા શરણાર્થીઓના બાળકોને દિલ્હીની સરકારી શાળામાં એડમિશન આપવાની માગ કરતી અરજીને દિલ્હી હાઇ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટનું કહેવું છે કે શિક્ષણનો અધિકાર માત્ર ભારતીય નાગરિકો માટે છે. દિલ્હી હાઇ કોર્ટે અરજીકર્તાને પોતાની અપીલનું આવેદન ગૃહ મંત્રાલયને આપવા કહ્યું છે. કોર્ટે ગૃહ મંત્રાલયને આવેદન પર કાયદા મુજબ વહેલી તકે નિર્ણય લેવા પણ કહ્યું છે.

દિલ્હી હાઇ કોર્ટે કહ્યું કે, શિક્ષણનો અધિકાર માત્ર ભારતના નાગરિકો માટે છે. દિલ્હી હાઇ કોર્ટે સુનાવણી દરમિયાન પોતાની ટિપ્પણીમાં કહ્યું હતું કે, તમારે ઉચિત ઓથોરિટી પાસે જવું જોઈએ, પરંતુ તમે તો સીધા કોર્ટમાં આવી ગયા. એ અમે નક્કી નહીં કરી શકીએ. આ પોલિસીનો મામલો છે. કોર્ટ નાગરિકતા આપતી નથી. નાગરિકતા આપવી સરકારનું કામ છે. સાથે જ કોર્ટે તેને આંતરરાષ્ટ્રીય મામલો ગણાવ્યો હતો. કોર્ટે કહ્યું કે, આ એક આંતરરાષ્ટ્રીય મામલો છે. આ કોઈ નાનો મામલો નથી.

તે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો મામલો પણ છે. અરજી દાખલ કરતી વખત તમારે જોવું જોઈએ કે સુપ્રીમ કોર્ટે આસામ એકોર્ડમાં શું નિર્ણય આપ્યો છે. રોહિંગ્યા, સુન્ની મુસ્લિમ છે, જે મ્યાંમારના રખાઇન પ્રાંતમાં રહેતા હતા. બૌદ્ધ વસ્તીવાળા માયાંમારમાં રોહિંગ્યા મુસ્લિમ માઈનોરિટીમાં છે. તેમની વસ્તી 10 લાખથી થોડી વધારે બતાવવામાં આવે છે. સતત સૈન્ય શાસન બાદ થોડા સ્થિર થયેલા આ દેશમાં વસ્તી ગણતરી દરમિયાન રોહિંગ્યાઓને સામેલ કરવામાં આવ્યા નથી. કહેવામાં આવ્યું કે તેઓ બાંગ્લાદેશથી અહી બળજબરીપૂર્વજ આવતા રહ્યા અને તેમણે પાછા ફરી જવું જોઈએ.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!