fbpx

‘અમે પોતાના દમ પર..’, ચૂંટણી અગાઉ જ ભાજપે મહારાષ્ટ્રમાં માની લીધી હાર?

Spread the love

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, મુકાબલો હજુ વધારે રોચક જોવા મળી રહ્યો છે. હવે તો મોટા ભાગની સીટો પર ઉમેદવારોની જાહેરાત પણ થઈ ચૂકી છે, આ ઉમેદવારો જોરશોરથી પ્રચાર પણ કરી રહ્યા છે, પરંતુ આ સમયે સોશિયલ મીડિયા પર ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું એક નિવેદન ચર્ચાનું વિષય બની ગયું છે. વાસ્તવમાં તેમણે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી (BJP) પોતાના એકલાના દમ પર મહારાષ્ટ્રમાં નહીં જીતી શકે.

એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, ભાજપ એકલી પોતાના દમ પર રાજ્યમાં જીતવાની નથી, પરંતુ તે સૌથી મોટી પાર્ટી બનીને જરૂર સામે આવશે. એકનાથ શિંદેની શિવસેના અને અજીત પવારની NCP સાથે મળીને જરૂર અમે મહાયુતિની સરકાર બનાવવા જઇ રહ્યા છીએ. આમ તો હું અનુમાન લગાવવાનું પસંદ કરતો નથી, પરંતુ એટલું જરૂર કહી શકું છું કે મહાયુતિ પાસે એક એજ રહેવાની છે. અમે આરામથી બહુમત હાંસલ કરી લઈશું.

આમ આ સમયે મહાયુતિમાં સીટ શેરિંગને લઈને થોડો હોબાળો પણ જોવા મળી રહ્યો છે. આ કારણે ભાજપના ઘણા નેતા નારાજ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેમને આ વખત ટિકિટ મળી નથી. આ બાબતે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, મને પોતાને માઠું લાગે છે જ્યારે કુશળ નેતાઓને ટિકિટ મળી શકતી નથી. પરંતુ જ્યારે તમે ગઠબંધનમાં હોવ છો તો કેટલીક સમજૂતીઓ કરવી પડે છે. અમે એવું નહીં કહી શકીએ કે અમને બીજી પાર્ટીઓના વોટ જોઈએ છે, પરંતુ અમે તેમના જ નેતાઓને ટિકિટ નહીં આપી શકીએ.

મહાયુતિ ગઠબંધન હેઠળ ભાજપના 146 ઉમેદવારોની જાહેરાત થઈ ચૂકી છે. એ સિવાય શિવસેનાએ અત્યાર સુધી 65 અને NCPએ 49 સીટો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. વાત વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘડીની વાત કરીએ તો તેમની તરફથી અત્યાર સુધી 259 સીટો પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે અને 29 સીટો પર ઉમેદવાર ઉતારવાના બાકી છે. MVAમાં શિવસેના UBTએ 84, કોંગ્રેસે 99 અને NCP SPએ 76 સીટો પર ઉમેદવાર ઉતાર્યા છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!