fbpx

કોંગ્રેસનો હરિયાણાની ચૂંટણીમાં ગરબડીના આરોપ ફગાવાયો, 1600 પાનાના જવાબમાં ECની..

Spread the love

હરિયાણા ચૂંટણીમાં અનિયમિતતાઓ બાબતે કોંગ્રેસના આરોપોને નિરાધાર બતાવતા ખંડન કર્યું છે. ચૂંટણી પંચે મંગળવારે નિવેદન જાહેર કરતા કોંગ્રેસ અને અન્ય રાજકીય પાર્ટીઓને મતદાન અમે મતગણતરીના દિવસો જેવા સંવેદનશીલ સમય પર નિરાધાર અને સનસનીખેજ ફરિયાદો પ્રત્યે ચેતવણી આપી. ચૂંટણી પંચે કહ્યું કે, ગેર-જવાબદારીપૂર્ણ આરોપોથી જનતામાં અશાંતિ અને અરાજકતા ફેલાઇ શકે છે. પંચે કોંગ્રેસને દરેક ચૂંટણીમાં નિરાધાર આરોપ લગાવતા બચવાનું આહ્વાન કર્યું અને અભૂતપૂર્વ ચૂંટણી પરિણામોનો સામનો કરવા પર આરોપ લગાવવા માટે પાર્ટીને આડેહાથ લીધી.

ચૂંટણી પંચે કોંગ્રેસને દૃઢ અને યોગ્ય પગલાં ઉઠાવવા તેમજ આ પ્રકારની ફરિયાદોની પ્રવૃત્તિ પર અંકુશ લગાવવાનો આગ્રહ કર્યો હતો. ચૂંટણી પંચે કહ્યું કે, હરિયાણામાં ચૂંટણી પ્રક્રિયાનું દરેક ચરણ દોષરહિત હતું અને કોંગ્રેસના ઉમેદવારો કે ઉમેદવારોની દેખરેખમાં કરવામાં આવી હતી. 26 વિધાનસભા ક્ષેત્રોના રિટર્નિંગ અધિકારીઓએ ખરાઇ કરી. બધી ફરિયાદો પર ચૂંટણી પંચના અધિકારીઓ પાસેથી કોંગ્રેસને 1600 પાનાંનો જવાબ મળ્યો છે. હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારીએ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ફરિયાદોને પણ નકારી દીધી છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા હરિયાણા ચૂંટણીની મતગણતરી દરમિયાન EVMમાં 99 ટકા બેટરીની સ્થિતિ નજરે પડવાની આશંકા વ્યક્ત કરવા, મશીનો સાથે સંભવિત છેડછાડની ફરિયાદ કરવા અને અધિકારીઓ પર જાણીજોઇને મતગણતરીમાં વિલંબ કરવાના આરોપ લાગ્યા બાદ ચૂંટણી પંચની આ પ્રતિક્રિયા આવી છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ આરોપ લગાવ્યો હતો કે, હિસાર, મહેન્દ્રગઢ અને પાણીપતથી ફરિયાદો મળી છે કે 99 ટકા બેટરીવાળી EVM પર ભાજપ જીતી, જ્યારે 60-70 ટકા બેટરીવાળી EVM પર કોંગ્રેસ જીતી.

કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું હતું કે, શું તમે આ ષડયંત્રને સમજી ગયા છો, જ્યાં EVMમાં 99 ટકા બેટરી હતી, ત્યાં ભાજપ જીતી ગઇ, જ્યાં 70 ટકાથી ઓછી બેટરી હતી, ત્યાં કોંગ્રેસ જીતી ગઇ. જો એ ષડયંત્ર નથી તો શું છે? અત્યાર સુધી 12-14 સીટો પર ફરિયાદો આવી છે. એ સિવાય કોંગ્રેસે પંચને હરિયાણામાં 20 વિધાનસભા ક્ષેત્રોમાં ચૂંટણી પ્રક્રિયામાં ગંભીર અને સ્પષ્ટ અનિયમિતતાઓનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસે કહ્યું હતું કે નારનૌલ, કરનાલ, ડબવાલી, રેવાડી, હોડલ (SC), કાલકા, પાણીપત સિટી, ઇન્દ્રી, બડખલ, ફરીદાબાદ NIT, નલવા, રાનિયા, પટોદી (SC), પલવલ, બલ્લભગઢ, બરવાલા, ઉચાના કલાં, ઘરૌંડા, કોસલી અને બાદશાહપુર વિધાનસભા મતવિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવારોની ફરિયાદો આવી છે.

તેમાં એ સીટો સામેલ છે જ્યાંથી પાર્ટીના ઉમેદવાર સામાન્ય અંતરથી ચૂંટણી હાર્યા છે અને ફરિયાદકર્તાઓમાં હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ ઉદયભાન પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે ભાજપે હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં 90માંથી 48 સીટો પર પ્રચંડ બહુમત હાંસલ કર્યું છે. તો 10 વર્ષથી સત્તામાં રહેલી ભાજપ વિરુદ્ધ સત્તા વિરોધી લહેરનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહેલી કોંગ્રેસ 37 સીટો જીતી શકી. એ સિવાય ઇનેલોએ 2 સીટો જીતી. સાથે જ અપક્ષના ઉમેદવારોએ પણ જીત હાંસલ કરી છે. જો કે, તેમણે ભાજપના હાઇકમાન્ડ સાથે મુલાકાત બાદ સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે.

error: Content is protected !!