અનુભવી ભારતીય બોલર મોહિત શર્માએ હાલમાં જ જણાવ્યું કે કેવી રીતે ચેન્નાઈ સુપર કિંગ્સનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ એક વખત પિત્તો ગુમાવી દીધો હતો, જ્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના 2019ની સીઝનની એક મેચ દરમિયાન દીપક ચાહરે તેની સલાહ માની નહોતી. ધોનીએ ચાહરને નકલ બૉલ ન કરવા કહ્યું હતું, પરંતુ ફાસ્ટ બોલરે તેની વાત ન માની. દીપક ચાહરે ઘણી વખત ધોનીના ઠપકાના કિસ્સા સંભળાવ્યા છે. હવે એક કાર્યક્રમ દરમિયાન ધોનીએ દીપક ચાહરને કેમ ઠપકો આપ્યો હતો, તેની બાબતે જણાવ્યું હતું.
મહેન્દ્ર સિંહ ધોનીએ એ પણ બતાવ્યું કે, તે ટીમ મીટિંગમાં ખેલાડીઓને ઠપકો આપતા નથી. તે ટોયલેટ કે એવી જગ્યા પર ખેલાડીઓને ઠપકો આપે છે, જ્યાં કોઈ બીજું ન હોય. તેનું કારણ પણ તેણે જણાવ્યું. ધોનીએ જણાવ્યું કે, ‘હવે દીપકે પોતાનું મોઢું ખોલી જ દીધું છે, તો હું પણ ખોલી જ દઉં છું. ઘણા વર્ષ અગાઉની વાત છે. તે અમારા માટે શાનદાર ક્રિકેટર રહ્યો છે, જ્યાં પણ અમારી સાથે રમ્યો, તેણે સારું કર્યું. તેને હંમેશાં મારી સામે ફરિયાદ હતી. માહી ભાઈ તમે મને ડેથમાં બોલિંગ નથી આપતા.
મેં કહ્યું યાર તું ઉપર 4 ઓવર એટલી સારી નાખે છે, વિકેટ લઈ રહ્યો છે તો તારે ડેથમાં બોલિંગ કેમ કરવી છે? ધોનીએ વધુ જણાવ્યું કે એવું જ કંઈક થયું અને બોલિંગ થઈ રહી હતી. તેને પરસેવો ખૂબ થાય છે. પરસેવો ખૂબ થાય છે તેનો અર્થ છે કે ઊભો પણ રહે છે તો તે પાણી જ પાણી છે. તો તે બોલિંગ પર હતો, તેને ખૂબ શોખ રહેતો હોય છે વેરીએશનનો, તે ચાલાક છે. તેને ખબર છે કે તેઓ શું કરી રહ્યો છે. મેં તેને એમ જ કહ્યું કે, ભાઈ નકલ બૉલ ન નાખતો. નકલ બૉલ ખૂબ મુશ્કેલ છે.
જો તને પરસેવો થઈ રહ્યો છે તો ફ્રીક્શન નહીં થાય, તો તમે એ સમયે કેવી રીતે એ બૉલ કરશો, પરંતુ તે બધુ જાણે છે. તેણે તો ટ્રાઇ કરવો હતો. આપણી જે દાઢી વગેરે સફેદ થઈ છે તેને લાગે છે કે તડકાથી થઇ છે. તેણે પ્રયાસ કર્યો અને નોબૉલ વગેરે થઈ ગયો. હું તેની પાસે ગયો અને હું એ વાતો નહીં બતાવી શકું કે મેં તેને શું કહ્યું. મેં તેને સિમ્પલ વસ્તુ કહી કે મને તારા બધા તીર થોડા જોવા છે. મને ખબર છે તું શું કરે છે. તારી પાસે વેરીએશન કેવું છે. હું બધુ જાણું છું. તું પરિસ્થિતિના હિસાબે બૉલ કાર. જે ટીમને જોઈએ એ હિસાબે નાખ.
ચાહરે જણાવ્યું હતું કે, ધોનીએ તેને કહ્યું હતું કે ખોટો તું નહીં, ખોટો હું છું, જે તારી પાસે આશા રાખું છું. તેને લઈને ધોનીએ કહ્યું કે, એ તો ફેક્ટ છે. એટલી મજબૂરી બાદ એટલું વિચાર્યા બાદ હું બોલ્યો કે આ ન નાખતો. ત્યારબાદ પણ તેણે એજ નાખ્યો. કદાચ તેની પાસે વધુ ઓપ્શન હતા, જે તે ટ્રાઇ કરી શકતો હતો. મેં તો એક જ વસ્તુ કહી હતી કે બરાબર છે, આ જે 50 ટકા લોલીપોપ છે, એ જે ફ્લેવેર છે મને આપી દે. તેનું એક જ ફ્લેવર જોઈએ છે બાકી 49 નથી જોઈતા, પરંતુ અંતે એ સમજ્યો. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે આપણે બધા ભૂલ કરીએ છીએ, પરંતુ આપણે એ ભૂલથી શું શીખીએ છીએ એ મહત્ત્વની વસ્તુ છે.
2 ભૂલ જે સરખી થાય છે, તેની વચ્ચેનું અંતર જેટલું વધુ હશે એટલા સારા તમે ક્રિકેટર હોવ છો, પછી તમે બોલર હોવ કે બેટ્સમેન. ધોનીએ જણાવ્યું કે શું તેઓ કોઈ ખેલાડીને બધા સામે ઠપકો આપતા નથી. શું તેના ઠપકાથી ખેલાડીઓને માઠું નથી લાગતું. ધોનીએ કહ્યું કે, કેવી રીતે લોકોને બતાવવામાં આવે કે તેમણે ભૂલ કરી છે, મને લાગે છે કે કોઈને નીચું ન દેખાડવું જોઈએ. ઘણું બધુ એ વાત પર નિર્ભર કરે છે કે તમારો એ વ્યક્તિ સાથે સંબંધ કેવો છે. તમે કંઈક એવું કહેવા માંગો છો, જેનાથી એ વ્યક્તિને ફાયદો થાય.
એક વસ્તુ મેં ક્રિકેટ ટીમ કે એક ભારતીય તરીકે ધ્યાન આપી કે જો બોર્ડ રૂમમાં કોઈને બોલી દો તો તેને માઠું લાગી જાય છે, પરંતુ વિચારો જો તમે અને એ ટોયલેટમાં હોવ છો, તો તમે 2-4 ગ્રામર સાથે પણ કંઇ બોલી દો તો માઠું લાગતું નથી. જ્યારે તમે બધા સામે કંઈક બોલો છો તો લાગે છે કે મને એમ કહી દીધું. બધા સામે બોલી દીધું. જો તમે વ્યક્તિને જાણો છે તો તમને ખબર હોય છે કે તેની સાથે કેવી રીતે કામ કરવાનું છે અને તેની પાસેથી સારું પરિણામ મેળવવાની છે. જો તમે નેતૃત્વ કરી રહ્યા છો તો તેમના લેવલમાં તમે સુધાર ઈચ્છો છો, તેમની પાસે સારું પરિણામ ઈચ્છો છો.