fbpx

LPG-PNGની કિંમતથી લઇને મ્યૂચ્યુઅલ ફંડના નવા નિયમ, 1 નવેમ્બરથી શું-શું બદલાશે?

Spread the love

આગામી મહિનાની 1 નવેમ્બરથી ઘણા મોટા બદલાવો થવાના છે. નવા નિયમોને જાણવું જરૂરી છે કેમ કે તેની અસર તમારા ખિસ્સા પર પણ પડી શકે છે. એવા સમાચાર છે કે આગામી મહિનાની પહેલી તારીખથી LPG સિલિન્ડરની કિંમતોમાં બદલાવ થઇ શકે છે. એ સિવાય મ્યૂચ્યુઅલ ફંડ અને ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ બદલાવ થવાના છે. એવા જ 5 મહત્ત્વના બદલાવો પર નજર નાખીએ.

LPG, CNG, PNG, ATFની કિંમત

1 નવેમ્બરથી પેટ્રોલિયમ કંપનીઓ ગેસ સિલિન્ડરની કિંમતો બદલાવ કરી શકે છે. લોકો ઇચ્છે છે કે 14 કિલોવાળો LPG સિલિન્ડર સસ્તો થાય. જુલાઇમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો હતો, પરંતુ છેલ્લા 3 મહિનાથી તેની કિંમત વધી રહી છે. 1 ઓક્ટોબરના રોજ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર 48.5 રૂપિયા મોંઘો થયો હતો. LPGની સાથે જ CNG, PNG અને એર ટર્બાઇન (ATF)ની કિંમતમાં પણ દર મહિનાની પહેલી તારીખે સંશોધન કરવામાં આવે છે. છેલ્લા કેટલાક મહિનામાં હવાઇ ઈંધણની કિંમતમાં ઘટાડો થયો છે અને આ વખત પણ કિંમતમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મ્યૂચ્યુઅલ ફંડ નિયમો

માર્કેટ રેગ્યૂલેટર SEBIએ મ્યૂચ્યુઅલ ફંડ્સમાં ઇન્સાઇડર ટ્રેડિંગના નિયમોને સખત બનાવવાની તૈયારી કરી લીધી છે. તે 1 નવેમ્બરથી લાગૂ થઇ જશે. નવા નિયમો અનુસાર, હવે એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (AMCs)ના ફંડમાં નોમિની લોકો અને તેમના નજીકના સંબંધીઓ તરફથી કરવામાં આવેલા 15 લાખ રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શનની જાણકારી અનુપાલન અધિકારીને આપવી પડશે.

SBI ક્રેડિટ કાર્ડ નિયમો

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ની સબ્સિડિયરી SBI કાર્ડ, 1 નવેમ્બરથી એક મોટો બદલાવ લાગૂ કરવા જઇ રહી છે. નવા નિયમો તેના ક્રેડિટ કાર્ડના માધ્યમથી યુટિલિટી બિલ પેમેન્ટ્સ અને ફાઇનાન્સ ચાર્જિસ સાથે જોડાયેલાછે. 1 નવેમ્બરથી, તમારે અનસિક્યોર્ડ SBI ક્રેડિટ કાર્ડ પર દર મહિને ફાઇનાન્સ ચાર્જ રૂપે 3.75 રૂપિયા ચૂકવવા પડશે. એ સિવાય વીજળી, પાણી, LPG ગેસ અને અન્ય યુટિલિટી સર્વિસિસ માટે 50,000 રૂપિયાથી વધુની ચૂકવણી પર 1 ટકા એક્સટ્રા ચાર્જ ચૂકવવો પડશે.

TRAIના નવા નિયમો

આગામી બદલાવ ટેલિકોમ સેક્ટર સાથે જોડાયેલો છે. સરકારે JIO, Airtel સહિતની બધી ટેલિકોમ કંપનીઓને મેસેજ ટ્રેસિબિલિટી લાગૂ કરવા નિર્દેશ આપ્યા છે. એમ કહેવામાં આવ્યું છે કે તેઓ સ્પેમ નંબર્સને બ્લોક કરી દે. એવામાં કંપનીઓ પોતાના યુઝર્સ સુધી પહોંચે એ અગાઉ જ તેને સ્પેમ લિસ્ટમાં નાખીને નંબરને બ્લોક કરી દેશે.

બેંકોમાં 13 દિવસની રજા

તહેવારો અને જાહેર રજાઓ સાથે સાથે વિધાનસભાની ચૂંટણીના કારણે બેંકો ઘણા અવસરો પર બંધ રહેશે. નવેમ્બરમાં કુલ 13 દિવસની બેંક રજાઓ રહેશે. એ દિવસો છે, 1 નવેમ્બર: દિવાળી , 2 નવેમ્બર: ગોવર્ધન પૂજા, 3 નવેમ્બર: ભાઇ બીજ, રવિવાર, 7 નવેમ્બર: છઠ, 8 નવેમ્બર: છઠ, 9 નવેમ્બર: બીજો શનિવાર, 10 નવેમ્બર: રવિવાર, 12 નવેમ્બર: ઇગાસ-બગ્વાલ, 15 નવેમ્બર: ગુરુ નાનક જયંતિ, 17 નવેમ્બર: રવિવાર, 18 નવેમ્બર: કનકદાસ જયંતિ, 23 નવેમ્બર: સેંગ કુત્સાનેમ, ચોથો શનિવાર, 24 નવેમ્બર: રવિવાર.

આ રજાઓ દરમિયાન તમે બેંકોની ઓનલાઇન સર્વિસિસનો ઉપયોગ કરી શકો છો.

error: Content is protected !!