fbpx

લોક કલાકારો રાજનીતિમાં કેટલા સફળ? જાણો કિર્તીદાન ગઢવીએ શું કહ્યું

Spread the love

રાજકારણમાં હવે કલાકારોનું મહત્ત્વ વધ્યું છે. આ કહેવાનું કારણ એ છે કે, અલગ-અલગ પાર્ટી દ્વારા કલાકારોને તેમના પક્ષમાં જોડવામાં આવી રહ્યા છે. તો કેટલીક પાર્ટીઓ દ્વારા કલાકારોને ટિકિટ આપીને ચૂંટણી પણ લડાવવામાં આવી છે. ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને લોક કલાકાર વિજય સુવાળાએ પક્ષમાંથી રાજીનામું આપવાની વાત કરતા જ રાજકારણ ગરમાયું છે. ત્યારે પ્રસિદ્ધ લોકગાયક કિર્તીદાન ગઢવીએ કલાકારોનું રાજકીય પાર્ટીમાં કેટલું મહત્ત્વ હોય છે તે બાબતે નિવેદન આપ્યું હતું.

લોક સાહિત્યકાર કે પછી અભિનેતાનો રાજનીતિમાં ડંકો વાગે છે ખરો? આ બાબતે સવાલ કરતા કિર્તીદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આમાં બે પાસા છે. મારી દૃષ્ટિએ ઘણા કલાકારો કે પછી અભિનેતાઓ રાજકીય ક્ષેત્રમાં સફળ પણ રહ્યા છે અને કેટલાક કલાકારો નિષ્ફળ પણ રહ્યા છે. પરિસ્થિતિ પર આ આધારે રાખે છે. કારણ કે કલાકારને લોકો કલા થકી જ પ્રેમ કરતા હોય છે. કલાકાર ધારે તો લોકોની મુંજવણનો અંત લાવી શકે છે. પણ મારી દૃષ્ટિએ છે કે, તમે ક્યાંક સફળ ન થાવ તો તમે દુનિયામાં કોઈને પણ પૂરતો ન્યાય ન આપી શકો. તેનું કારણ છે કે, અમે અંધારું દૂર કરવા માટે દીવો પ્રકટાવો છો, આવું કરવાથી તમે માનો છો કે તમે અંધારાને નુકસાન પહોંચાડો છો તો તમે 100% કોઈન ન્યાય આપી શકવાના નથી. પણ કલાની બાબતમાં એવું છે કે, તમને અબાલ, વૃદ્ધ બધા ચાહતા હોય છે.

કિર્તીદાન ગઢવીનો જુકાવ ભાજપ બાજુ ખરો? આ સવાલના જવાબમાં કિર્તીદાને જણાવ્યું કે, હું એક ચારણ છું અને વર્ષો પહેલા ચારણ કવિરાજ કે પછી કલાકારનું રાજ્યમાં રાજકવિ તરીકેનું સ્થાન હતું. કલાકાર કે પછી કલાના ક્ષેત્રના માણસો અને અત્યારની વાત કરીએ સરકારી અધિકારીઓ સરકારના હોય છે. ચાહે ભાજપની સરકારની હોય કે અન્ય. કારણ કે કલાકારોનું પાલન અને પોષણ રાજ્ય કરતુ હોય છે એટલે તે રાજ્ય આશ્રિત હોય છે. તો જે સરકાર હોય તેની સાથે અમારા સ્નેહસંબંધ હોય છે. મારા તો દરેક પક્ષની સાથે સ્નેહસંબંધ છે. તે પછી ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે પછી અપક્ષ હોય. કારણ કે અમે ગાવાનું કે બોલવાનું શરૂ કરીએ એટલે જાહેરક્ષેત્રના માણસો થતા હોય છે. હું તો દરેક પક્ષની સાથે છું.

કિર્તીદાન ગઢવીની રાજનીતિમાં જવાની ઈચ્છા? આ સવાલના જવાબમાં તેમને જણાવ્યું હતું કે, આવી આશા હજુ સુધી પ્રકટી નથી. મને ખબર છે મને પરમાત્માએ શું કરવા માટે મોકલ્યો છે. મને ગાવા માટે મોકલ્યો છે. ગાવાનું ચાલે છે ત્યાં સુધી બધું બરોબર છે પણ ત્યારબાદ પછીથી વિચારશું.

Leave a Reply

error: Content is protected !!