fbpx

લૂંટેરી દુલ્હન: લગ્નના 18 દિવસ બાદ રોકડા અને સોનાના ઘરેણા સાથે દુલ્હન ગૂમ

Spread the love

રાજસ્થાનના જાલોર પોલીસે ચોરીનો સામાન લઈને ભાગેલી દુલ્હન સહિત એક મહિલા દલાલને અરેસ્ટ કરી હતી. પોલીસે કહ્યું કે, ભીનમાલના માઘ કોલોનીમાં રહેતા અભિષેક ઉર્ફ ધર્મચન્દ્ર જૈને ફરિયાદ નોંધાઈ હતી કે, તેમના લગ્ન સીતા ગુપ્તા નામની મહિલાની સાથે સંપૂર્ણ રીતિ-રીવાજ સાથે થયા હતા. આ લગ્ન સ્વરૂપગંજમાં રહેતા મનિષા સેન તરફથી થયા હતા. લગ્નના પહેલા મનિષાએ કહ્યું હતું કે, સીતા એક સીધી સાધી સરળ ઘરેલું છોકરી છે. એ પણ સારા છોકરાની શોધમાં છે.  

એના પછી અભિષેક અને સીતાની મુલાકાતો થવા લાગી અને બંને વચ્ચે પ્રેમ પ્રસંગની શરૂઆત થઇ. પછી 3 જાન્યુઆરી 2022ના રોજ બંનેએ લગ્ન કરી લીધા. પણ 21 જાન્યુઆરીએ સીતા ઘરના કબાટમાં મૂકેલા 1 લાખ 45 હજાર રૂપિયા અને 5 તોલાના સોનાના ઘરેણા લઈને ગૂમ થઇ ગઈ હતી. સાસરા પક્ષના લોકોએ દુલ્હનને શોધવાના અનેક પ્રયત્નો કર્યા છતા તે ક્યાંક મળી નહીં. ત્યારબાદ ઘરના કબાટને ચેક કર્યો તો તેમાં મૂકેલા સોનાના ઘરેણા અને રોકડ રકમ લઇ ભાગી ગઈ હતી. પછી તરત જ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

દુલ્હનની ધરપકડ કરવા માટે પોલીસ અધિકારી લક્ષ્મણસિંહ ચંપાવતના નેતૃત્વમાં એક ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. ફોન સર્વેલન્સની મદદ થકી પહેલા મહિલા દલાલ મનિષા સેનની ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ તેની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તેણે પોતાના આરોપો સ્વીકાર્યા હતા. દુલ્હનને પકડવા માટે પોલીસે પ્લાન બનાવ્યો અને જલદી જ એની પણ ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે બંને આરોપીઓને અરેસ્ટ કર્યા

પોલીસે એમની પાસેથી ચોરીનો સામાન જપ્ત કર્યું હતું. કહેવામાં આવે છે કે દુલ્હન ઉત્તર પ્રદેશની રહેવાસી છે. તેની પાસે મળેલા સોનાના ઘરેણોની તપાસ કરવામાં આવી રહી છે. હવે પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે મહિલાએ હજુ કેટલા લોકોને લૂંટ્યા છે.

Leave a Reply

error: Content is protected !!