fbpx

મને સચિનને બોલિંગ કરવામાં નફરત હતી, ઓસ્ટ્રેલિયન દિગ્ગજ બોલરનું નિવેદન

Spread the love

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લી પોતાના સમયમાં બેટસમેનો માટે કોઈ ડરથી ઓછા નહોતા. બ્રેટ લીનો બેટ્સમેનોમાં ડર દરેક વખત બનેલો રહેતો હતો. તેણે પોતાની સ્પીડથી પોતાની અલગ જ ઓળખ બનાવી હતી. પ્રાઇમ ટાઇમમાં તેમના બોલને રમવા બેટ્સમેનો માટે ખૂબ મુશ્કેલ માનવામાં આવતા હતા. બ્રેટ લી બેટ્સમેનોના હોશ ઉડાવતા હતા પરંતુ તેમના જ હોશ એક દિગ્ગજ બેટ્સમેને આગળ ઊડી જતા હતા. એમ અમે નહીં પરંતુ બ્રેટ લી પોતાનું જ માનવું છે.

આ બેટ્સમેન કોઈ બીજા નહીં ક્રિકેટના ભગવાન કહેવાતા ભારતના મહાન બેટ્સમેન સચિન તેંદુલકર હતા. બ્રેટ લીએ સચિન તેંદુલકરને પોતાના કરિયરમાં સૌથી સૌથી મુશ્કેલ બેટ્સમેન માન્યા અને સાથે જ કહ્યું કે તેઓ તેમને બોલિંગ કરવાનું પસંદ કરતા નહોતા. સચિન તેંદુલકર અને બ્રેટ લી વચ્ચેની જંગ કોઇથી છૂપી નથી. બંને જ પોતાના વિભાગમાં કુશળ ગણાતા હતા. એવામાં બંને વચ્ચે એક જબરદસ્ત રોમાંચક મેચ જોવા મળતી હતી. પોતાના કરિયરમાં સૌથી વધુ 14 વખત સચિન તેંદુલકરને આઉટ કરનારા બ્રેટ લીએ શોએબ અખ્તરની યુટ્યુબ ચેનલ પર કેટલીક વાતો કહી હતી.

તેમણે કહ્યું કે હું સચિન તેંદુલકરને બોલિંગ કરવાથી નફરત કરતો હતો કેમ કે તેઓ ખૂબ સારા હતા. શાનદાર ટેક્નિક. મને હંમેશાં સ્પિનનો સામનો કરવાનું મુશ્કેલ લાગતું હતું એટલે મુથૈયા મુરલીધરન જેવા કોઈ પણ બોલરનો સામનો હું નહીં કરવા માગું. તેમનો સામનો કરવો મુશ્કેલ હતો. હું તેમની બોલિંગ ક્યારેય સમજી શક્યો નથી. બ્રેટ લીએ આગળ પણ ઘણા સવાલોના જવાબ આપ્યા અને કહ્યું કે મને ફાસ્ટ બોલરો વિરુદ્ધ રમવાનું પસંદ હતું. જેક કાલિસ સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર છે તેમાં કોઈ સવાલ નથી. તેઓ અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર છે.

સ્પીડના સોદાગર કહેવાતા બ્રેટ લીએ ભારતને પોતાનું પસંદગીનું સ્થળ બતાવ્યું. તેમણે કહ્યું કે ભારત મારા માટે શાનદાર રહ્યું. હું ખૂબ ભાગ્યશાળી રહ્યો છું. ઉપમહાદ્વીપમાં રમવું ખૂબ સારું રહ્યું છે પરંતુ મેં પોતાનો મોટા ભાગનો સમય ભારતમાં વિતાવ્યો છે કેમ કે જાહેર રીતે ત્યાં ખૂબ સારા અવસર છે. હું રાવલપિંડી આવવા માગું છું. તેમના ઇન્ટરનેશનલ ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેમણે ઓસ્ટ્રેલિયા માટે 76 ટેસ્ટ, 221 વન-ડે અને 25 T20 મેચ રમી છે જેમાં તેણે ક્રમશઃ 310, 380 અને 28 વિકેટ લીધી હતી.

error: Content is protected !!