fbpx

સુરતઃ ગર્ભમાં જ પુત્રીની 17-20 હજારમાં હત્યા, ભ્રૂણને સગેવગે કરવાના આટલા રૂપિયા

Spread the love

એક બાજુ સરકાર ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ જેવા અભિયાન ચલાવી રહી છે. પણ મહાનગરમાં છાના ખૂણે ગર્ભમાં જ દીકરીની હત્યા કરવા સોપારી અપાઈ રહી છે. આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. હોસ્પિટલ અને માતા પિતાની મિલિભગતથી ગર્ભ પરિક્ષણથી લઈ પુત્રીઓને ગર્ભમાં જ મારી નાંખવા રીતસરના કાંડ ચાલી રહ્યા છે. લિંગ પરીક્ષણ, ગર્ભપાત અને પુત્રીઓની હત્યા કરી ફેંકવા માટેના જુદા જુદા ભાવ નક્કી થાય છે.

આ માટે હોસ્પિટલમાં પણ એક ચોક્કસ પ્રકારની ટીમ કામ કરી રહી છે. જે માતા પિતા દીકરી રાખવા ન માગતા હોય તેઓ ભાવિ માતા પિતા સાથે સંપર્ક કરીને એક પ્રકારનો સોદો કરે છે. ડૉક્ટરને એજન્ટ પણ કમિશન લઈને આ પ્રકારના ગોરખધંધા કરવામાં સંડોવાયેલા હોય છે. આવા એજન્ટ દીકરી ન ઈચ્છા માતા-પિતા અને ગર્ભ પરિક્ષણ કરાવવા માગતા વાલીઓને શોધે છે. આ માટે મોટાભાગે એજન્ટ યુપી અને મહારાષ્ટ્રના લોકો ટાર્ગેટ કરે છે. આ સંપૂર્ણ કામગીરી ગુપ્ત રાખવામાં આવે છે. મહિલાના ગર્ભમાં રહેલા બાળકના પરીક્ષણ માટે મહિલાને હોસ્પિટલના કર્મચારી એક અજાણ્યા સ્થળે લઈ જાય છે. પતિને પણ આ અંગે જાણ કરાતી નથી. ગર્ભ પરિક્ષણથી લઈને ગર્ભપાત સુધીની જવાબદારી આવી હોસ્પિટલ ઉઠાવે છે. આ ઉપરાંત ભૃણને પણ ફેકવા માટેની વ્યવસ્થા કરી આપે છે. જેથી તંત્રની નજર ત્યાં સુધી પહોંચે નહીં. આના પર એક ન્યૂઝ વેબસાઇટે સ્ટીંગ ઓપરેશન કર્યુું હતું, જેમાં ચોંકાવનારી વાતો સામે આવી હતી.

દર વર્ષે રાજ્યભરમાં સરેરાશ 15 થી 20 પુત્રીઓની ગર્ભમાં જ હત્યા કરીને ભૃણ ચોક્કસ જગ્યાએ ફેંકી દેવામાં આવે છે. આ માટે ચોક્કસ પ્રકારના ઑપરેશન અંતર્ગત સામેથી એક મહિલા એવું કહે છે કે, મહિલાને તમામ રીપોર્ટ લઈને બોલાવો, વધુ મોડું થશે તો મહિલાને તકલીફ થશે. એક મહિલા એવું કહે છે કે, મારે બે દીકરીઓ છે પણ જોઈતી નથી. આ માટે એક વાત કરવી છે. સામે તબીબ કહે છે કે, હોસ્પિટલ આવી જજો, બધુ થઈ જશે. પછી ડૉક્ટર આ મહિલાને મળે છે અને કહે છે કે, તમારે શું કરવાનું છે. ડૉક્ટર કહે છે કે, આ માટે અમે ચોક્કસ નિયમ અનુસાર કામ કરીએ છીએ.

ગર્ભવતી હોય ત્યારે સમયગાળો 3થી 10 મહિનાનો હોવો જોઈએ. મહિલાને સાથે લઈ જઈશું અને તપાસ પણ થશે. આ માટે મહિલાની તમામ વિગત જોઈશે. આ માટે તપાસનો ખર્ચો રૂ.12500, ગર્ભપાત માટે રૂ.17000 થશે. બીજા કોઈ ગ્રાહક શોધી લાવે તો એજન્ટને રૂ.5000 વધારે મળે છે. જે માટે તબીબ ગર્ભવતી મહિલા પાસેથી વધારે પૈસા માંગીને ખંખેરે છે. જુદા જુદા રેટ માટે જુદા જુદા ભાવ નક્કી કરાય છે. જેમ કે, ગર્ભ પરીક્ષણ માટે રૂ.8000થી 10,000, ગર્ભપાત માટે રૂ.17000થી 20,000, ભૃણ ફેંકવા માટે 4000થી 5000 રૂપિયાનો સોદો થાય છે. વર્ષ 2021 અને 2022માં 20 નવજાત શિશુઓને રસ્તા અથવા કચરામાં ફેંકી દેવામાં આવ્યા છે.

જેમાંથી 14 બાળકી અને બાકીના 6 છોકરાઓ હતા. કેટલાક તો ઈલાજ દરમિયાન મૃત્યું પામ્યા હતા. જે વ્યક્તિ એજન્ટનું કામ કરે છે એનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે, ગર્ભ લાંબા સમય સુધી રહેશે તો મુશ્કેલી પડશે. ગર્ભપાતમાં તકલીફ થાશે. ચેકઅપના નામે અનેક વખત ફોન કરવામાં આવે છે. આ માટે તે રૂ.30,000થી 35000નો ખર્ચ થશે એવું કહે છે.

તબીબો સાથે વાતચીતમાંથી જાણવા મળ્યું છે કે, સુરતમાં આ પ્રકારના કામ માટે પણ સ્પર્ધા ચાલી રહી છે. આમા ફસાઈ જવાનું જોખમ હોવાથી અજાણ્યા લોકો સાથે વાત કરવાનું તબીબો ટાળે છે. એજન્ટથી આવતા ગ્રાહકો મોટાભાગે યુપી અને મહારાષ્ટ્રના હોય છે. ડીલ થયા બાદ એમને ગામડેથી બોલાવાય છે.

error: Content is protected !!