fbpx

આ વૃક્ષની ખેતી કરી દેશે તમને માલામાલ! કરોડોમાં થશે કમાણી

Spread the love

મોટા ભાગના લોકોના વિચાર હોય છે કે ખેતી દ્વારા વધારે કમાણી કરી શકાતી નથી પરંતુ જો તમે પોતાની જમીનનો ઉપયોગ કોઈ ખાસ વૃક્ષ લગાવવામાં કરો તો તમે કરોડોના માલિક થઈ શકો છો. આ ઝાડનું નામ ચંદન છે. ચંદનના લાકડા દ્વારા તમે બમ્પર કમાણી કરી શકો છો. તેમાં કમાણી લાખોમાં નથી થતી પરંતુ કરોડોમાં થાય છે. ઇન્ટરનેશનલ બજારોમાં ચંદનની ખૂબ માગણી છે અને દુનિયાભરમાં હાલનું ઉત્પાદન આ માગણીને પૂરી થતી નથી જેના કારણે ચંદનની કિંમતમાં ભારે વૃદ્ધિ થઈ છે.

તમે ચંદનની ખેતીમાં જેટલું રોકાણ કરશો તેનાથી અનેક ગણી આવક મેળવશો. ચંદનના વૃક્ષ બે રીતે ઉગાડી શકાય છે ઓર્ગેનિક અને ટ્રેડિશનલ. ચંદનના વૃક્ષોને ઓર્ગેનિક રીતે ઉગાડમાં લગભગ 10-15 વર્ષ લાગે છે જ્યારે પારંપરિક રીતે એક ઝાડને ઉગાડવામાં 10-25 વર્ષ લાગી જાય છે. ઝાડ પર પ્રાણી પણ હુમલો કરી શકે છે એટલે આ વૃક્ષને રખડતા પ્રાણીઓથી દૂર રાખવાની જરૂરિયાત છે. ચંદનના વૃક્ષ રેતાળ અને બરફવાળા વિસ્તારોને છોડીને કોઈ પણ વિસ્તારમાં ઉગાડી શકાય છે.

ચંદનનો ઉપયોગ ઈતર અને કૉસ્મેટિક્સ અને અહીં સુધી કે આયુર્વેદિક દવાઓમાં પણ કરવામાં આવે છે. ચંદનના વૃક્ષ રોપ્યા બાદ તમારી કમાણી બમણી થઈ શકે છે. જો બધુ સારી રીતે ચાલે છે અને વૃક્ષને કોઈ નુકસાન પહોંચતું નથી તો તમારી આ કમાણી કરોડોમાં થઈ શકે છે. જ્યારે ચંદનનું વૃક્ષ 8 વર્ષનું થાય છે તો તેનું હર્ટવૂડ બનવાની શરૂઆત થઈ જાય છે અને રોપ્યાના 12-15 વર્ષ બાદ કાપવા માટે તૈયાર થઈ જાય છે. જ્યારે વૃક્ષ મોટું થઈ જાય છે તો ખેડૂત દર વર્ષે 15-20 કિલો લાકડી સરળતાથી કાપી શકે છે.

આ લાકડી બજારમાં લગભગ 3-7 હજાર રૂપિયા પ્રતિ કિલોના હિસાબે વેચાય છે જે 10 હજાર રૂપિયા પ્રતિ કિલો સુધી પણ થઈ શકે છે. પ્રતિ હેક્ટર ચંદનની ખેતીનો ખર્ચ સંપૂર્ણ પાકના કાળ (15 વર્ષ) માટે લગભગ 25 લાખ રૂપિયા આવે છે પરંતુ રિટર્ન 1.2 કરોડ રૂપિયાથી 1.5 કરોડ રૂપિયા સુધી આવે છે. જોકે અહીં એ બતાવવાની જરૂરિયાત છે કે સરકારે સામાન્ય લોકો વચ્ચે ચંદનના લાકડા ખરીદ-વેચાણ કરવા પર પર પ્રતિબંધ લગાવી રાખ્યો છે પરંતુ કોઈ પણ ખેડૂત ચંદનની ખેતી કરી શકે છે. તેની ખરીદી સરકાર કરે છે. તો ચંદનનું વૃક્ષ લગાવવા માટે તેનો છોડ લેવો પડશે. એક છોડની કિંમત 100 રૂપિયાથી લઈને 150 રૂપિયા વચ્ચે હોય છે.

error: Content is protected !!