બાળકને દૂધ પીવાડ્યા બાદ માતા ઈચ્છે છે કે, બાળક બે-અઢી કલાકની ઉંઘ પૂરી કરી લે, જેથી તે ઘરના તમામ કામ પૂરા કરી શકે. પરંતુ, બાળક દર અડધા-એક કલાકમાં ઉઠીને રડે અને માતાએ તેને વારંવાર ખોળામાં લઈને દૂધ પીવડાવવુ પડે છે. અડધા કલાકની ઉંઘ લઈને બાળક ફરી ભૂખથી રડવા માંડે છે. આ સ્થિતિમાં માતા બાળકને ક્લસ્ટર ફીડિંગ કરાવે છે. આવુ શા માટે થાય છે, આ અંગે મધરહુડ હોસ્પિટલની લેક્ટેશન એક્સપર્ટ આરતી પ્રિયદર્શિનીએ માહિતી આપી હતી.
શું છે ક્લસ્ટર ફીડિંગ?
નવજાત બાળકને એકવાર દૂધ પીવડાવ્યા બાદ બે-અઢી કલાક સુધી તે આરામથી સૂઈ જાય છે. પરંતુ, ક્લસ્ટર ફીડિંગની સ્થિતિ ત્યારે બને છે જ્યારે બાળકને થોડી-થોડીવારમાં ભૂખ લાગવા માંડે છે. તે અડધાથી એક કલાકની વચમાં ભૂખના કારણે રડે છે. નવજાત શિશુમાં જ્યારે શારીરિક અને માનસિક વિકાસ ઝડપથી થાય છે, ત્યારે તેને ભૂખ વધુ અને વારંવાર લાગે છે.
ક્લસ્ટર ફીડિંગમાં જોવા મળે છે કે, બાળક એકવારમાં વધુ દૂધ નથી પીતું, આથી તેને થોડી-થોડીવારમાં ભૂખ લાગે છે. આ બદલાવ બાળકના જન્મના ત્રીજા, છઠ્ઠા અઠવાડિયા અથવા બાળકના ત્રણ મહિનાના થઈ ગયા બાદ જોવા મળે છે. બાળકના વારંવાર રડવાને તેની શારીરિક મુશ્કેલી ના સમજો. શિશુના થોડીથોડીવારમાં જાગવા અને રડવાનું કારણ માત્ર ભૂખ હોય છે. બાળક જો દૂધ પીને શાંત થાય, તો પરિવારના સભ્યોએ કોઈપણ પ્રકારની ચિંતા ના કરવી જોઈએ.
ક્લસ્ટર ફીડિંગના શું છે ફાયદા?
- દરે થોડીવારમાં બાળકને ફીડ કરાવવાને કારણે માતાના બ્રેસ્ટ મિલ્ક ઓછું નથી થતું.
- બાળકને જલ્દી અને થોડી વધુ ભૂખ લાગે છે, આથી માતાએ પોતાના ખાન-પાનનું વિશેષ ધ્યાન રાખવુ જોઈએ.
- બાળક દર થોડીવારમાં દૂધ પીએ છે, આથી તેમનો શારીરિક અને માનસિક વિકાસ વધુ સારો થાય છે.
- વધુ સમય માતા સાથે વિતાવવાના કારણે બાળક વધુ સુરક્ષિત અનુભવે છે, જે તેના વિકાસમાં મદદ કરે છે.
શિશુ ક્લસ્ટર ફીડ ક્યારે કરે છે?
- જ્યારે બાળક વધુ રમતિયાળ હોય.
- ચિડિયાપણું અને બેચેની હોય.
- શિશુ જ્યારે એકસાથે ફીડ ના લે.
- વારંવાર પેશાબ કરવો.
શિશુ ક્યારે કરે છે ક્લસ્ટર ફીડ?
બાળકના ક્લસ્ટર ફીડ માટે કોઈ નિશ્ચિત સમય નથી. આ એ વાત પર નિર્ભર કરે છે કે શિશુને પોતાનું પેટ ભરેલું લાગે છે કે નહીં. બાળકને ક્લસ્ટર ફીડ કરાવવાનું શિડ્યૂલ નક્કી ના કરો, કારણ કે તેનાથી જરૂરિયાત ના હોવા પર તેમને ઓવરફીડિંગ થઈ શકે છે.