બોલિવુડ એક્ટર બોબી દેઓલ પર બનાવવામાં આવેલા મીમ્સ ઘણા હીટ થયેલા જોવા મળ્યા છે. સોશિયલ મીડિયા પર તેના અલગ અલગ નામથી ફેન પેજ છે. જેની પર બોબી દેઓલ સાથે જોડાયેલા હજારો મીમ્સ તમને મળી જશે. એક્ટર પ્રત્યેની આ દિવાનગી માત્ર ભારતમાં જ નહીં, પરંતુ બોર્ડરની પેલે પાર પણ જોવા મળશે.
થોડા મહિના પહેલાના ડેટા જોવામાં આવે તો બોબી દેઓલ પર બનેલા મીમ્સ ટ્વિટર અકાઉન્ટ બોબીવુડએ ઘણા બનાવેલા જોવા મળશે. આ અકાઉન્ટના મીમ્સ ઘણી ચર્ચામાં પણ આવ્યા હતા. આ ટ્વિટર અકાઉન્ટ બોબી દેઓલને ભગવાન માનવાની સાથે તેની સુપ્રીમસીને પણ દર્શાવે છે. ઘણા લોકો આ ટ્વિટર અકાઉન્ટ અંગે જાણે છે, પંરતુ લોકોને કદાચ જ ખબર હશે કે 22 હજારથી વધારે ફોલોઅર્સ ધરાવતું આ અકાઉન્ટ સરહદ પાર પડોશી દેશ પાકિસ્તાનના કરાચીમાં રહેતો એક વ્યક્તિ ઓપરેટ કરે છે. જેનું નામ છે અબ્દુલ અહદ જાવેદ.
નેગેટીવીટીને દૂર કરવા માટે આ અકાઉન્ટ માત્ર એક વારમાં જ એવી એક પોસ્ટથી જ અપડેટ થાય છે. બોલિવુડનો મતલબ છે દેશ અને દુનિયામાં ખુશી ફેલાવવાનું. ઈન્ડિયન એક્સપ્રેસ.કોમ સાથે વાતચીત કરતા આ અકાઉન્ટ ચલાવનાર જાવેદ કહે છે કે, મને લાગે છે કે દુનિયામાં ઘણી નકારાત્મકતા ભરાઈ ચૂકી છે. દરરોજ આપણે એક ખરાબ ન્યૂઝ અંગે સાંભળીએ છીએ. દુનિયાના કોઈ પણ ખૂણામાં કંઈક ને કંઈક ખરાબ થતું જોવા મળે છે. ખાસ કરીને પેનડેમિક દરમિયાન આપણે બધા ઘણું બધુ આવું જોયું છે. તેવામાં મેં વિચાર્યું કે લોકોને હસવા માટેનું કારણ કેમ ન બની શકું. સૌને હસાવી શકાય.
વર્ષની શરૂઆતથી જ આ અકાઉન્ટ લોકોના ધ્યાનમાં આવવા લાગ્યું. દર વખતે તે કોઈ પણ વાત પર બોબી દેઓલ પર એકદમ યોગ્ય એવા મોમેન્ટ લઈને શેર કરતો હતો. બાદલ એક્ટરને થર્ડ એમ્પાયર બનાવવાથી લઈને કોવિડ-19 RC-PCR ટેસ્ટ કંઈ રીતે બોબી દેઓલે 90ના શતકમાં જ વિચારી લીધી હતી, તે સિવાય બીજા ઘણા મીમ્સ આ અકાઉન્ટ અપલોડ કરે છે અને લોકોના મોઢા પર હાસ્ય લાવે છે. બોબી દેઓલે પોતે પણ તેના આ મીમ્સને શેર કર્યું છે. પરંતુ જાવેદનું કહેવું છે કે જ્યાં સુધી તે બોબી દેઓલ સાથે કામ ન કરી લે ત્યાં સુધી બોબીની આ અપ્રુવલ પણ પૂરતી નથી.