fbpx

ઓસ્ટ્રેલિયામાં કોણ હશે કેપ્ટન? ગાવસ્કરે આ ખેલાડીને કેપ્ટનશીપ આપવાની વાત કરી

Spread the love

ન્યૂઝીલેન્ડ સામે શરમજનક હાર બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાનો સામનો કરવાનો છે. 22મી નવેમ્બરથી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શરૂ થવાની છે. તે પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન રોહિત શર્મા પર્થમાં રમાનાર પ્રથમ મેચમાંથી બહાર થઈ શકે છે. તેણે મુંબઈ ટેસ્ટ બાદ આ સંકેત આપ્યો હતો. રોહિતે કહ્યું હતું કે તેને પ્રથમ ટેસ્ટ મેચ રમવાને લઈને સંપૂર્ણ રીતે આત્મવિશ્વાસ નથી.

પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરનું માનવું છે કે જો રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં રમવામાં સમર્થ ન હોય તો જસપ્રીત બુમરાહને આખી સીરિઝ માટે કેપ્ટન બનાવવો જોઈએ. તેમણે કહ્યું કે જ્યારે પણ રોહિત ટીમમાં વાપસી કરે ત્યારે તેણે માત્ર એક ખેલાડી તરીકે જોડાવું જોઈએ. પ્રથમ ટેસ્ટ મેચ રમવી એ કેપ્ટન માટે મહત્ત્વપૂર્ણ છે. જો તે ઈજાગ્રસ્ત છે તો તે અલગ વાત છે, પરંતુ જો તે ઉપલબ્ધ નહીં હોય તો વાઇસ કેપ્ટન પર ઘણું દબાણ રહેશે.

સુનિલ ગાવસ્કરે કહ્યું- મેં વાંચ્યું છે કે રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સીરિઝની પ્રથમ બે ટેસ્ટ મેચ રમી શકશે નહીં. મને લાગે છે કે આ મામલે સિલેક્શન કમિટીએ સમગ્ર ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે જસપ્રિત બુમરાહને કેપ્ટન બનાવવો જોઈએ.

રોહિત શર્મા અંગત કારણોસર 22 નવેમ્બરથી શરૂ થનારી ભારત-ઓસ્ટ્રેલિયા બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરિઝની પ્રથમ ટેસ્ટ મેચ ચૂકી શકે છે. ભારત પર્થના સ્ટેડિયમમાં પાંચ મેચોની સીરિઝની પ્રથમ ટેસ્ટમાં પેટ કમિન્સની આગેવાની હેઠળની ટીમનો સામનો કરશે. ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે 0-3ની શરમજનક હાર બાદ પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માને ઓસ્ટ્રેલિયાની પ્રથમ ટેસ્ટ મેચ ન રમવાની અફવાઓ વિશે પૂછવામાં આવ્યું હતું. મને ખાતરી નથી કે હું જઈ શકીશ. 

ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની આશા જાળવી રાખવા ઓસ્ટ્રેલિયામાં પાંચમાંથી ચાર ટેસ્ટ જીતવી પડશે. ગાવસ્કરે કહ્યું કે તેમને નથી લાગતું કે ટીમ આ કરી શકશે. મને નથી લાગતું કે ભારત ઓસ્ટ્રેલિયાને 4-0થી હરાવશે. જો તેઓ કરશે, તો હું ખૂબ ખુશ થઈશ, પરંતુ 4-0થી… વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ વિચારશો નહીં. ફાઈનલ વિશે હવે માત્ર 1-0, 2-0, 3-1થી જીતવા પર ધ્યાન આપો કારણ કે પછી તમામ ભારતીય ક્રિકેટ ફેન્સને સારું લાગશે.

Leave a Reply

error: Content is protected !!