fbpx

દુલ્હન ન શોધી શકી મેટ્રોમોની પોર્ટલ સાઇટ, કોર્ટે આટલો દંડ ચૂકવવા કર્યો આદેશ

Spread the love

બેંગ્લોરની એક કન્ઝ્યૂમર કોર્ટે એક વ્યક્તિ માટે કન્યા ન શોધી શકવાના કારણે મેટ્રોમોની પોર્ટલ પર 60 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. બેંગલોરના એમ.એસ. નગરમાં રહેનારા વિજય કુમાર પોતાના પુત્ર માટે કન્યાની શોધ કરી રહ્યા હતા. તેમને દિલમિલ મેટ્રોમોની પોર્ટલ મળ્યું, જેની ઓફિસ કલ્યાણ નગરમાં છે, પરંતુ ઘણા પ્રયાસો બાદ તેમને મેટ્રોમોની પોર્ટલ પરથી પણ હતાશા જ મળી. ચાલો આગળ જાણીએ શું છે આખો મામલો?

ઉલ્લેખનીય છે કે, 17 માર્ચના રોજ વિજય કુમાર પોતાના પુત્રના જરૂરી દસ્તાવેજ અને તસવીર લઇને દિલમિલ મેટ્રોમોની પોર્ટલ પહોંચ્યા હતા. દિલમિલ મેટ્રોમોનીએ તેમની પાસે કન્યા શોધવા માટે 30 હજાર રૂપિયાની ફીસ માગી હતી. વિજય કુમારે એજ દિવસે પૈસા ચૂકવી દીધા હતા. દિલમિલ મેટ્રોમોનીએ તેમને કહ્યું હતું કે, તેમને 45 દિવસોની અંદર પુત્ર માટે કન્યા શોધી આપશે. 45 દિવસ બાદ દિલમિલ મેટ્રોમોની બાલાજી માટે કન્યા ન શોધી શકી, જેના કારણે વિજય કુમારને ઘણી વખત તેમની ઓફિસ જવું પડ્યું હતું.

ઘણી વખત તેમને રાહ જોવા કહેવામાં આવ્યું હતું, જેના કારણે વિલંબ થયો. 30 એપ્રિલના રોજ વિજય કુમાર દિલમિલ મેટ્રોમોનીની ઓફિસ ગયા અને પોતાના પૈસા પરત કરવાનો અનુરોધ કર્યો હતો. જો કે, કર્મચારીઓએ કથિત રૂપે તેમના અનુરોધનો અસ્વીકાર કર્યો અને તેમની સાથે ગાળા-ગાળી કરી, આપત્તિજનક ભાષાનો ઉપાયોગ કર્યો. 9 મેના રોજ વિજય કુમારે કાયદાકીય નોટિસ જાહેર કરી, પરંતુ દિલમિલ મેટ્રોમોની પોર્ટલે કોઇ જવાબ ન આપ્યો.

કેસની સુનાવણી બાદ કોર્ટે 28 ઓક્ટોબરના રોજ એક આદેશમાં કહ્યું કે, ફરિયાદકર્તાને પોતાના પુત્ર માટે ઉપયોગી જોડી પસંદ કરવા માટે એક પણ પ્રોફાઇલ ન મળી અને જ્યારે ફરિયાદકર્તા ઓપી (દિલમિલ)ની કાર્યાલયમાં ગયા ત્યારે પણ તેને સંતુષ્ટ ન કરી શક્યા અને ન તો ફરિયાદકર્તાને રકમ પરત કરી શક્યા. આજ કારણ છે કે મેટ્રોમોની પોર્ટલ પર દંડ ફટકારવામાં આવ્યો છે.

error: Content is protected !!