દિવાળી પછી આવનારી છઠનો મહિમા ઉત્તર ભારતમાં ખુબ જ મહત્વનો હોય છે અને ઉત્તર ભારતીય લોકો આ છઠનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવતા હોય છે. આવી સ્થિતિમાં, ઘણી મોટી સંખ્યામાં લોકો તેમના ઘરે જવા માટે ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે. એટલું જ નહીં, બિહારમાં આ છઠનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. બિહારના મોટાભાગના લોકો આખા વર્ષ દરમિયાન આ તહેવારની રાહ જોતા હોય છે અને તેઓ ચોક્કસપણે આ તહેવારના દિવસે તેમના ઘરે જતા હોય છે. જોકે આ તહેવાર પર રેલવે દ્વારા પણ લોકોને સુવિધા થાય તે માટે ઘણી સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવે છે, તેમ છતાં પણ ટ્રેનોમાં ભારે ભીડ રહેતી હોય છે. આવી ભીડ જોઈને લોકો ઘણા જુગાડ શોધે છે અને એવા જ એક જુગાડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
હાલમાં જ સોશિયલ મીડિયા પર એક જુગાડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિએ ટ્રેનમાં સૂવા માટે અનોખો જુગાડ બનાવ્યો છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, તે વ્યક્તિએ ટ્રેનની ઉપરની બે સીટ વચ્ચે દોરડું બાંધીને તેને ખાટલા જેવું બનાવ્યું છે, જેથી કરીને તે તેના પર આરામથી સૂઈ શકે. આ જોઈને લોકો આ વીડિયો પર ફની કમેન્ટ કરી રહ્યા છે.
આ વાયરલ વીડિયોને @MANJULtoons નામના એકાઉન્ટ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે, ‘મંત્રીએ 7000 ટ્રેનો શરૂ કરી છે અને હોશિયાર મુસાફરોએ પોતાની રીતે બર્થની સંખ્યા વધારી દીધી છે, હવે ક્યાંય કોઈ સમસ્યા નથી.’ અત્યાર સુધીમાં 4 લાખ 61 હજારથી વધુ વખત આ વીડિયો જોવામાં આવ્યો છે. જ્યારે ઘણા લોકોએ તેને લાઈક અને શેર પણ કર્યું છે. વીડિયો જોયા પછી લોકો ફની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી, ‘વાહ, ભારતીય જુગાડ, અતિ ઉત્તમ, રેલવે મિનિસ્ટર ટ્રેન બનાવે, અમે તો જુગાડ કરીને અમારી વ્યવસ્થા કરી લઈશું.’
અન્ય યુઝરે લખ્યું, ‘આપણા દેશના રેલ્વે પેસેન્જર્સ માત્ર બ્રિલિયન્ટ જ નથી, પરંતુ તેઓ ખૂબ જ ક્રિએટિવ અને હોશિયાર પણ છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘બિચારો આ વ્યક્તિ કરી પણ શું શકે? ટિકિટ જ એટલી મોંઘી છે.’ જ્યારે અન્ય યુઝરે લખ્યું, ‘દેશી જુગાડ દરેક જગ્યાએકામ આવે છે.’ અન્ય યુઝરે લખ્યું, ‘આરામદાયક ફ્લેક્સિબલ બેડ.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આની પેટન્ટ કરાવી છે કે નહીં? જલ્દી કર ભાઈ, નહીં તો ચાઈનીઝ લોકો તેની પેટન્ટ કરાવી લેશે.’