fbpx

મારુતિએ પોતાની પહેલી ઈલેક્ટ્રિક કાર કરી રજૂ, જોઈ લો ફીચર્સ

Spread the love

મારુતિ સુઝુકીની પેરેન્ટ કંપની સુઝુકીએ સત્તાવાર રીતે તેની પ્રથમ ઇલેક્ટ્રિક કારનું પ્રદર્શન કર્યું છે. આ કારનું નામ Suzuki E Vitara છે. આ એ જ ઈલેક્ટ્રિક SUV છે, જેને કંપનીએ ગયા વર્ષે ઓટો એક્સપો દરમિયાન મારુતિ eVXના નામથી ભારતમાં કોન્સેપ્ટ તરીકે રજૂ કરી હતી. તેનું ઉત્પાદન તૈયાર મોડલ ઇટાલીના મિલાન શહેરમાં યોજાયેલા EICMA મોટર શો દરમિયાન રજૂ કરવામાં આવ્યું હતું. એટલે કે, આ મોડલ ભારતમાં મારુતિની પ્રથમ ઇલેક્ટ્રિક કાર તરીકે બજારમાં લાવવામાં આવશે. ભારતમાં તે ટાટા મોટર્સ અને મહિન્દ્રા જેવી કંપનીઓની ઇલેક્ટ્રિક કાર સાથે સ્પર્ધા કરશે.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતા રિપોર્ટ અનુસાર, Suzuki E Vitara સુઝુકી માટે વૈશ્વિક મોડલ છે. જે સુઝુકીના ગુજરાત પ્લાન્ટમાં બનાવવામાં આવશે. અને તેના ઉત્પાદનના 50 ટકા જાપાન અને યુરોપિયન બજારોમાં નિકાસ કરવાની યોજના છે. આ જ કારણ છે કે, કંપનીએ ઈટાલીમાં આયોજિત ગ્લોબલ ઈવેન્ટ દરમિયાન આ ઈલેક્ટ્રિક SUVનું પ્રોડક્શન રેડી મોડલ પહેલીવાર દુનિયા સમક્ષ રજૂ કર્યું. આ કારને માર્ચ 2025 સુધીમાં ભારતીય બજારમાં વેચાણ માટે લોન્ચ કરવાની યોજના છે. આ પહેલા તેને જાન્યુઆરી 2025માં યોજાનાર ઓટો એક્સપોમાં રજૂ કરવામાં આવશે.

નવી Suzuki e Vitaraની લુક-ડિઝાઇન અને કદ પણ કોન્સેપ્ટ મોડલ Maruti eVX જેવું જ છે. જો કે, કેટલાક તીક્ષ્ણ ખૂણા ચોક્કસપણે ઘટાડવામાં આવ્યા છે. તેમાં આગળ અને પાછળ ટ્રાઇ-સ્લેશ LED ડેટાઇમ રનિંગ લાઇટ્સ છે, આગળની કિનારીઓ પર ચાર્જિંગ પોર્ટ્સ અને પાછળના વ્હીલ કમાન પર વળાંક છે. આમાં, પાછળના દરવાજાના હેન્ડલને C-પિલર સુધી ખસેડવામાં આવ્યું છે. જે બિલકુલ જૂની સ્વિફ્ટ જેવી છે.

સુઝુકી E વિટારાને બે અલગ અલગ બેટરી પેક (49 kWh અને 61 kWh) સાથે રજૂ કરવામાં આવી છે. આમાં, મોટા બેટરી પેકમાં ડ્યુઅલ-મોટર ઓલ વ્હીલ ડ્રાઇવ (AWD) સેટઅપ આપવામાં આવ્યું છે. જેને કંપનીએ All-Grip E નામ આપ્યું છે.

સુઝુકીએ હજુ સુધી આ ઈલેક્ટ્રિક SUVની રેન્જ વિશે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. પરંતુ કંપનીએ અગાઉ જણાવ્યું હતું કે, 61 kWhની ક્ષમતા ધરાવતું વિશાળ બેટરી પેક વૈશ્વિક પરીક્ષણમાં એક જ ચાર્જમાં 500 Km સુધીની ડ્રાઇવિંગ રેન્જ પ્રદાન કરી શકે છે. તેથી આ ઈલેક્ટ્રિક SUV પાસેથી અંદાજે આટલી અપેક્ષા તો રાખી શકાય છે.

સુઝુકી E વિટારાને અદ્યતન સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. તેમાં ઓટો હોલ્ડ સાથે ઈલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક, AWD વર્ઝન માટે ‘ટ્રેલ’ સહિત ડ્રાઈવ મોડ્સ, હિલ ડિસેન્ટ કંટ્રોલ, સિંગલ-ઝોન ઓટો ક્લાઈમેટ કંટ્રોલ, વાયરલેસ ફોન ચાર્જર, સાઈડ અને કર્ટન એરબેગ્સ, મિરર્સ અને એડવાન્સ્ડ ડ્રાઈવિંગ આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) જેવી સુરક્ષા સુવિધાઓ આપવામાં આવી છે.

error: Content is protected !!