સામાન્ય રીતે દિવાળીના તહેવારમાં શિયાળાનું આગમન થઇ જતું હોય છે અને રાત્રે મંદ મંદ પવન ફુંકાતો હોય છે, પરંતુ આ વખતે દિવાળીના તહેવારમાં પહેલીવાર એવુ જોવા મળ્યું કે લોકોએ ભારે ગરમીન અનુભવ કર્યો. આ વખતે ચોમાસું લંબાયું અને શિયાળો પણ લંબાઇ રહ્યો છે એવું લાગી રહ્યું છે.
હવામાન વિભાગે કહ્યું છે કે, નવેમ્બરના પહેલા અને બીજા સપ્તાહમાં ઠંડી નહીં પડે,તાપમાનમાં સામાન્ય ઘટાડો જોવા મળી શકે છે. અલનીનોની અસરને કારણે શિયાળો મોડો શરૂ થશે. જો કે ડિસેમ્બર મહિનાની શરૂઆતથી હાડ થીજાવતી ઠંડી જોવા મળશે.
બીજી તરફ હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે, 19થી 22 નવેમ્બરની વચ્ચે બંગાળના ઉપસાગરમાં એક પ્રચંડ વાવાઝોડું ઉભું થશે જેને કારણે 7થી 14 નવેમ્બર અન 19થી 22 નવેમ્બર સુધીમાં ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે.