fbpx

અમેરિકાની પહેલી ભારતીય મૂળની સેકન્ડ લેડી વિશે જાણો

Spread the love

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પની તો જબરદસ્ત ચર્ચા ચાલતી હતી, પરંતુ ભારતીય મૂળની એક મહિલા પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી ગઇ હતી. અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ બનનારા જેડી વેંસના પત્ની ઉષા ચિલુકુરી વેંસ મૂળ ભારતના છે અને તેઓ હવે અમેરિકાની પહેલી ભારતીય મૂળની સેકન્ડ લેડી બનવા જઇ રહ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલાનિયા અમેરિકાના ફર્સ્ટ લેડી બનશે અને ઉષા સેકન્ડ લેડી. ઉષા વેંસનો પરિવાર મૂળ ભારતના આંધ્રપ્રદેશના વડલુરુ ગામનો છે. પરિવાર 50 વર્ષ પહેલા અમેરિકા ચાલ્યો ગયો હતો. ઉષાનો જન્મ કેલિફોર્નિયાના સેન ડીઓગોમાં થયો હતો અને ત્યાંજ ઉછેર પણ થયો. ડોનાલ્ડ ટ્રમ્પની સામે જ ઉમેદવાર હતી કમલા હેરિસ તેઓ પણ મૂળ ભારતના છે.

ઉષાએ અમેરિકાની યેલ LAW સ્કુલમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું અને જેડી વેંસને યેલ સ્કુલમાં જ મળ્યા હતા. 2014માં તેમણે લગ્ન કર્યા અને 3 સંતાનો છે. ઉષાને અમેરિકામાં ફેશન આઇકોન તરીકે પણ ઓળખવામાં આવે છે.

Leave a Reply

error: Content is protected !!