મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી છે અને અનેક બેઠકો ચર્ચામાં છે. દક્ષિણ મુંબઇની વરલી બેઠક અત્યારે હાઇ પ્રોફાઇલ બેઠક બની ગઇ છે. કારણકે ઉદ્ધવ શિવસેનાએ આદિત્ય ઠાકરેને મેદાનમાં ઉતાર્યા છે તો શિંદે શિવસેનાએ આદિત્યની સામે મિલિંદ દેવરાને ઉતાર્યા છે. દેવરા થોડા સમય પહેલા જ કોંગ્રેસ છોડીને શિંદે શિવસેનામાં જોડાયા હતા.
વરલી બેઠક પર મરાઠી, કોળી, ઉચ્ચ વર્ગ, દલિત અને ગુજરાતી મતદારોનું વર્ચસ્વ છે. આમ તો 1990થી માંડીને 2024 સુધી માત્ર 2009ને બાદ કરતા ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનો કબ્જો રહ્યો છે. કુલ 6 વખત શિવસેનાના ઉમેદવારો આ બેઠક પરથી જીત્યા છે.
આદિત્યા ઉદ્ધવ ઠાકરેના પુત્ર છે તો મિલિંદ દેવરા કોંગ્રેસના દિગ્ગજ નેતા મુરલી દેવરાના પુત્ર છે. આ બેઠક હવે હોટ ફેવરીટ થઇ ગઇ છે.