fbpx

પ્રમોશન તો દરેકને જોઈએ…ચૂંટણીઓ વચ્ચે DyCM અજિત પવારે CM પદ માટે આપ્યા સંકેત!

Spread the love

આવનારી મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે NCP નેતા DyCM અજિત પવારે ફરી એકવાર CM ચહેરા અંગે દાવો કર્યો છે. પરંતુ આ વખતે તેમણે ઘણી મોટી વાતો કહી છે, જે કદાચ BJPને તથા કોઈને પણ પસંદ નહીં આવે.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં દરરોજ નવા રંગ જોવા મળી રહ્યા છે. પરંતુ આ દરમિયાન NCPના નેતા DyCM અજિત પવારે જે કહ્યું તેના કારણે એવી ચર્ચા શરૂ થઈ કે, શું DyCM અજિત પવાર CM પદ માટે પોતાનો દાવો રજુ કરી રહ્યા છે? એક મીડિયા ચેનલ સાથે વાત કરતી વખતે તેમણે શરદ પવાર વિરુદ્ધ નિવેદન આપનારા BJP નેતા સદાભાઉ ખોતને સખત ઠપકો આપ્યો હતો. પરંતુ જ્યારે તેમને CM ચહેરા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે સ્પષ્ટ કહ્યું કે, દરેકને પ્રમોશન તો જોઈએ જ છે.

જ્યારે DyCM અજિત પવારને પૂછવામાં આવ્યું કે, શું તમે મહાગઠબંધનમાં જ CM બનવાની ઈચ્છા ધરાવો છો? આના પર તેમણે કહ્યું કે, ‘એક કારકુન પણ ઈચ્છે છે કે તેનું પ્રમોશન થાય, તો પછી અમે કેમ નહીં ઈચ્છીએ. આગળ જોવાઈ જશે કે, શું થાય છે.’ DyCM અજિત પવાર પહેલેથી જ CM ચહેરા પર પોતાનો દાવો મુકવાની વાત કરી ચૂક્યા છે. એકવાર તેમણે CM એકનાથ શિંદે અને DyCM દેવેન્દ્ર ફડણવીસની સામે ખુલ્લેઆમ આ જ વાત કરી હતી. જો કે, ત્યારે બધાએ તે વાતને મજાક તરીકે લીધી હતી.

પરંતુ ચૂંટણીના થોડા દિવસો પહેલા તેમણે જે કહ્યું તે ઘણું કહી જાય છે. તે પણ જ્યારે એક દિવસ પહેલા જ, જ્યારે DyCM અજિત પવારે શરદ પવાર વિરુદ્ધ નિવેદન આપનારા BJP નેતાને જોરદાર ઠપકો આપ્યો હતો. તેમણે ખુદ તે નેતાને ફોન પણ કર્યો હતો અને DyCM દેવેન્દ્ર ફડણવીસને તે અંગે ફરિયાદ પણ કરી હતી. સ્પષ્ટપણે કહ્યું કે શરદ પવાર વિરુદ્ધ આવા નિવેદનો સહન કરી શકાય નહીં. આટલું જ નહીં, તેઓ UPના CM યોગી આદિત્યનાથના ‘બટોગે તો કટોગે’ના નારાને લઈને પણ ખૂબ જ સખત રીતે નારાજ દેખાતા હતા. તેમણે સ્પષ્ટ કહ્યું કે, આ મહારાષ્ટ્ર શિવાજી મહારાજની ભૂમિ છે, અહીં આ બધું નહીં ચાલે.

ચૂંટણી પહેલા કોઈપણ વિવાદને ટાળવા માટે BJPએ સૌથી મોટી પાર્ટી હોવા છતાં CM એકનાથ શિંદેના નેતૃત્વમાં ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો. પરંતુ CM એકનાથ શિંદે કે DyCM દેવેન્દ્ર ફડણવીસે ચૂંટણી પછી કોણ CM બનશે તે અંગે ખુલ્લેઆમ કશું કહ્યું નથી. DyCM ફડણવીસે નિશ્ચિતપણે કહ્યું છે કે, હવે અમે CM શિંદેના નેતૃત્વમાં ચૂંટણી લડવાના છીએ. અમારા નેતાઓ સાથે બેસીને નક્કી કરશે કે, ચૂંટણી પછી શું સ્થિતિ હશે. એટલે કે આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે, ચૂંટણી પછી બેઠકોના અંકગણિતને જોયા પછી આખરી નિર્ણય લેવામાં આવશે.

Leave a Reply

error: Content is protected !!