મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરના દિવસે વિધાનસભાની ચૂંટણી થવાની છે, પરંતુ છેલ્લાં 5 વર્ષમાં રાજ્યમાં ભારે ઉથલપાથલ જોવા મળી. 3 મુખ્યમંત્રી બન્યા અને 2 મોટા બળવા થયા.મહારાષ્ટ્રમાં કુલ 288 બેઠકો છે
2019માં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી થઇ ત્યારે ભાજપ અને શિવસેનાનું ગઠબંધન હતું. આ ચૂંટણીમા ભાજપે 105 અને શિવસેનાએ 56 બેઠકો પર જીત મેળવી હતી. આ ગઠબંધને બહુમતી માટે જરૂરી 145 કરતા પણ વધારે એટલે કે કુલ 161 બેઠકો જીતી હતી.પરતું મુખ્યમંત્રી બનાવવાના મુદ્દા ભાજપ અને શિવસેનાનું ગઠબંધન તુટી ગયું અને મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું અને રાજ્યપાલ હતા ભગતસિંહ કોશિયારી. એક દિવસ અચાનક મોડી રાત્રે રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવાયું અને વહેલી સવારે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી તરીકે અને અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લઇ લીઘા. પરંતુ 3 દિવસ પછી બંનેએ રાજીનામું આપવું પડ્યું, કારણ કે તેઓ બહુમતી સાબિત ન કરી શક્યા.
એ પછી ઉદ્ધવ ઠાકરે, કોંગ્રેસ અને NCPએ મહાવિકાસ અઘાડી ગઠબંધન બનાવ્યું અને ઉદ્ધવને મુખ્યમંત્રી બનાવાયા.નવેમ્બર 2019થી મે 2022 સુધી ઉદ્ધવ CM રહ્યા. એ પછી એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા. આમ ફડણવીસ, ઉદ્ધવ અને શિંદે એમ 3 મુખ્યમંત્રી રહ્યા.
એકનાથ શિંદેએ ઉદ્ધવ સાથે મોટો બળવો કર્યો હતો. કેટલાંક ધારાસભ્યો સાથે એકનાથ શિંદે સુરત આવી ગયા હતા અને પછી આસામ ગયા હતા.
એ પછી અજિત પવારે શરદ પવાર સામે બળવો કર્યો હતો.