અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામ જાહેર થઇ ગયા અને ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીએ જીત મેળવી લીધી છે. ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકેના શપથ 20 જાન્યુઆરી 2025ના દિવસે લેશે. ત્યાં સુધી શું શુ થશે તે જાણવા જેવું છે.
હવે તમામ રાજ્યોના ઇલેકટર્સ નક્કી થશે અને તેઓ સાથે મળીને ઇલેક્ટોરલ કોલેજની રચના કરશે જે રાષ્ટ્રપતિની પસંદગી કરશે. 6 જાન્યુઆરી 2025ના દિવસે યુ.એસ. કોંગ્રેસ ઇલેક્ટોરલ કોલેજના મતની ગણતરી કરશે. 538માંથી જેમને 270 કરતા વધારે મત હશે તેનું નામ જાહેર કરશે.
20 જાન્યુઆરીએ વોશિંગ્ટન ડીસીમાં આવેલા કેપિટલ બિલ્ડીંગમાં શપથ ગ્રહણ સમારંભ થશે અને સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શપથ લેવડાવશે. રાષ્ટ્રપતિના પત્નીના હાથમાં બાઇબલ રાખીને શપથ લેવડાવાશે.શપથના દિવસે નવા રાષ્ટ્રપતિ પહેલા તેમના સત્તાવાર નિવાસ સ્થાનેથી ચર્ચમાં જશે અને પછી કેપિટલ બિલ્ડીંગમાં જશે.