દેશના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડી. વાય ચંદ્રચુડ 10 નવેમ્બરે નિવૃત તઇ રહ્યા છે. તેમણે 9 નવેમ્બર 2022ના દિવસે CJI તરીકે પદભાર સંભાળેલો.તેઓ 50માં CJI બનેલા.
તેમના 2 વર્ષના કાર્યકાળમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા. તેમની ચુકાદાઓની પ્રસંશા પણ થઇ અને આલોચના પણ થઇ.
તેમણે કેન્દ્ર સરકારની ઇલેકટોરલ બોન્ડ સ્કીમ રદ કરવાનો ચુકાદો આપ્યો હતો. તેમના વડપણ હેઠળની 5 બેંચે રાજકીય પાર્ટીઓને ઇલેક્ટોરલ બોન્ડ મારફત મળતા દાનને ગેરકાયદે બતાવી હતી અને સ્ટેટ બેંકને દાતાઓની યાદી જાહેર કરવા આદેશ કર્યો હતો. બીજો નિર્ણય પ્રસંશાને પાત્ર એ બન્યો હતો કે તેમના વડપણ હેઠળની 7 બેચોએ 25 વર્ષ જૂનો ચુકાદો પલટી નાંખ્યો હતો, જેમાં સાંસદો અને ધારાસભ્યોને લાંચ લેવા બદલ કાર્યવાહીમાંથી છુટ મળતી હતી.
જો કે કેટલાંક ચુકાદા માટે તેમણે ટીકાનો સામનો પણ કરવો પડ્યો. ચંદીગઢમાં મેયરની ચૂંટણી વખતે પ્રિસાઇડીંગ ઓફિસરે બેલેટ પેપર સાથે જે છેડછાડ કરી હતી તેના પુરાવા કેમેરામાં કેદ થયેલા હતા. જ્યારે આ કેસ સુપ્રીમમાં ગયો ત્યારે CJIની બેંચે પ્રિસાંઇડીંગ ઓફિસર સામે કડક ટીપ્પણી કરી અને ભાજપના ઉમેદવારને વિજય જાહેર કરવાનો નિર્ણય પલટી નાંખ્યો હતો, પરંતુ આ મામલાને CJI તાર્કિક અંત સુધી પહોંચાડી શક્યા નહોતા.