fbpx

મહારાષ્ટ્રમાં અદાણી વિશે અજિત પવારે શું કહ્યું કે મહાયુતિ ટેન્શનમાં છે

Spread the love

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી 20 નવેમ્બરે છે અને મહાયુતિ અને મહાવિકાસ અઘાડી વચ્ચે મોટો જંગ છે. હવે જ્યારે ચૂંટણીને માત્ર 7 દિવસ બાકી છે એ પહેલા અજિત પવારે એક ઇન્ટરવ્યૂમાં મોટો ધડકો કર્યો છે જેને કારણે રાજકારમાં જબરદસ્ત ગરમાટો આવી ગયો છે.

અજિત પવારે કહ્યું કે, 2019ની વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી તરીકે અને હું પોતે નાયબ મુખ્યમંત્રી તરીકે વહેલી સવારે શપથ લેવાના હતા તેના થોડા સમય પહેલા દિલ્હીમાં ગૌતમ અદાણીના બંગલે એક બેઠક મળી હતી અને તેમાં ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ, દેવેન્દ્ર ફડણવીસ, ગૌતમ અદાણી, શરદ પવાર, પ્રફુલ્લ પટેલ અને હું પોતે હાજર રહ્યો હતો.

આ બેઠકમાં નક્કી થયા મુજબ ફડણવીસ અને મેં પોતે વહેલી સવારે શપથ લઇ લીધા હતા. અજિત પવારનો આ દાવો છે, પરંતુ જો દાવો સાચો હોય તો મોટી વાત છે, કારણકે ઉદ્યોગકારો સામાન્ય રીતે રાજકારણમા જોડાતા નથી, પરંતુ અદાણી સક્રીય રાજકારણ પણ કરી રહ્યા છે એ આ વાતની સાબિતી છે.

Leave a Reply

error: Content is protected !!