જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી શરૂ થાય છે અને પૂનમના દિવસ સુધી ચાલે છે. આ વખતે 12 તારીખથી પરિક્રમા શરૂ થવાની હતી, પરંતુ લોકોની એટલી ભીડ એકઠી થઇ ગઇ કે 1 દિવસ પહેલા પરિક્રમાનો ગેટ ખોલી દેવામાં આવ્યો હતો. સોમવારે વહેલી સવારે ઇંટવાનો ગેટ ખોલાયો અને બે દિવસની અંદર હાર્ટએટેકને કારણે 9 લોકોના મોત થયા. જેમના મોત થયા એ લોકો 50થી 70 વર્ષની વયના હતા.
જુનાગઢના જિલ્લા કલેકટર અનિલ રાણાવાસિયાએ કહ્યું કે, ગિરનારની લીલી પરિક્રમા એક જ દિવસમાં પુરી કરવા માટે લોકો વધારે ચાલે છે.તેમણે લોકોને અપીલ કરી છે કે, ધીમે ધીમે અને થોડો થોડો આરામ લઇને ચાલો. કઇ પણ મુશ્કેલી લાગે તો આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો.