મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી 20 નવેમ્બરે છે એ પહેલા ભત્રીજા અજીત પવાર અને કાકા શરદ પવારે એવો મોટો ખેલ પાડયો છે કે, ભાજપ મુશ્કેલીમાં આવી ગયું છે.
અજીત પવારે કાકા શરદ પવારની પાર્ટી સાથે છેડો ફાડીને NCP પર કબ્જો કરી લીધો. હવે થોડા સમય પહેલા અજીત પવારે જે નિવેદન આપ્યું તેના પરથી એવું લાગે કે કાકા- ભત્રીજા સાથે જ છે.
અજીત પવારે કહેલું કે,2019માં અદાણીના ઘરે ભાજપ અને NCPની બેઠક મળેલી અને તેમાં શરદ પવાર, અમિત શાહ, ફડણવીસ, હું પોતે હાજર રહ્યો હતો.
હવે શરદ પવારે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે, મારા સહયોગીએ કહ્યું હતું કે, ભાજપે એવી ઓફર કરી છે કે ગઠબંધન કરીશું તો કેન્દ્રીય એજન્સીના કેસો પાછા ખેંચી લેવામાં આવશે. મને ભાજપ પર ભરોસો નહોતો એટલે તેમની સાથે અદાણીના ઘરે અમિત શાહ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. જો કે ગૌતમ અદાણી માત્ર ડીનર હોસ્ટ હતા, તેમણે રાજકીય ચર્ચામાં ભાગ નહોતો લીધો.