કેન્દ્રીય વેપાર અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગર્વનર શક્તિકાંત દાસનું નિવેદન ચર્ચામાં આવ્યું છે. પિયુષ ગોયલે મુંબઇમાં એક બિઝનેસ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, રિર્ઝવ બેંક, ફુડ ઇન્ફ્લેશનના આધારે વ્યાજ દરનો નિર્ણય લેવાની થિયરી યોગ્ય નથી. RBIએ વ્યાજનો દર ઘટાડવો જોઇએ.
રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાંત દાસ એક અન્ય કાર્યક્રમમા હતા ત્યારે મીડિયાના સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, ડિસેમ્બર મહિનામાં રિઝર્વ બેંકની મોનેટરી પોલીસીની બેઠક મળશે એમાં જવાબ મળી જશે.
બેકીંગ તજજ્ઞોનું કહેવું છે કે, જો વ્યાજ દર ઘટાડવામાં આવે તો લોન વધી જાય અને અર્થતંત્રમાં નાણાંનો ફ્લો વધી જાય. અત્યારે ઇન્ફલેશનનો દર ધારણા કરતા વધારે છે એટલે RBI વ્યાજનો દર ઘટાડે તેવી શક્યતા ઓછી છે.