
અમેરિકા હાલમાં શટડાઉનનો સામનો કરી રહ્યું છે. આ દરમિયાન, અમેરિકામાં ઘણી બેંકોએ 13 ઓક્ટોબરે બંધની જાહેરાત કરી છે. અહેવાલો અનુસાર, વેલ્સ ફાર્ગો અને બેંક ઓફ અમેરિકા 13 ઓક્ટોબરે કોલંબસ દિવસ માટે બંધ રહેશે. જે ઓક્ટોબરના બીજા સોમવારે ઉજવવામાં આવતી કેન્દ્રિય રજા છે. બેંક ઓફ અમેરિકા અને વેલ્સ ફાર્ગો તેમના તમામ 7,700 સ્ટોર્સ બંધ કરી દેશે. કેપિટલ વન બેંક, સિટીબેંક, PNC બેંક અને સેન્ટેન્ડર બેંક જેવી અન્ય બેંકો પણ બંધ રહેશે. જો કે, વેલ્સ ફાર્ગો શાખાઓ બંધ હોવા છતા ગ્રાહકો ATMનો ઉપયોગ કરી શકે છે. ATM પર ગ્રાહક પોતાનું બેલેન્સ તપાસી શકે, ડિપોઝિટ કરી શકે, રોકડ ઉપાડી શકે અને પેમેન્ટ ટ્રાન્સફર કરી શકે છે. વેલ્સ ફાર્ગો ATMમાં ડિજિટલ વોલેટ કાર્ડ પણ સ્વીકારવામાં આવે છે. બેંકોએ ગ્રાહકોને સલાહ આપી છે કે તેઓ પહેલાથી યોજના બનાવી લે.
ઓક્ટોબરના બીજા સોમવારે કોલંબસ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે એક કેન્દ્રિય રજા છે. તેની સ્થાપના 1968માં ક્રિસ્ટોફર કોલંબસના અમેરિકામાં પહોંચવાની યાદમાં સ્થાપિત કરવામાં આવી હતી. જાણકારી અનુસાર, રાજ્ય અને શહેરોમાં આ તારીખને સ્વદેશી લોકોના દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. માહિતી અનુસાર, રાજ્ય અને સંઘીય કોર્ટો, પુસ્તકાલયો, પબ્લિક સ્કૂલ, પોસ્ટ ઓફિસો અને બેંકો, અન્ય સરકારી સેવાઓ સહિત 13 ઓક્ટોબરે બંધ રહેશે. સંઘીય કર્મચારીઓને 13 ઓક્ટોબરે રજા રહેશે.

1. બેન્ક ઓફ અમેરિકા
2. વેલ્સ ફાર્ગો
3. કેપિટલ વન બેન્ક
4. સિટી બેન્ક
5. PNC બેન્ક
6. સેંટેંડર બેન્ક
13 ઓક્ટોબરે ખુલ્લી રહેશે આ બેંકો
ચેસ બેન્ક
TD બેન્ક
અમેરિકામાં દર વર્ષે 11 સત્તાવાર કેન્દ્રિય રજાઓ મનાવવામાં આવે છે, જેમાં આ રજાનો સમાવેશ થાય છે.

અમેરિકામાં કોલંબસ દિવસ શા માટે ઉજવવામાં આવે છે?
કોલંબસ દિવસ ક્રિસ્ટોફર કોલંબસ અમેરિકામાં આગમનની યાદમાં ઉજવવામાં આવે છે. કોલંબસ દિવસ ઓક્ટોબરના બીજા સોમવારે ઉજવવામાં આવે છે. કોલંબસ દિવસ કોલંબસની બહાદુરી અને અમેરિકાની શોધમાં તેમના યોગદાનને સન્માનિત કરવા માટે ઉજવવામાં આવે છે. 12 ઓક્ટોબર, 1492ના રોજ, ક્રિસ્ટોફર કોલંબસ બહામાસમાં ઉતર્યા હતા, જેને તેઓ એશિયાનો હિસ્સો માનતા હતા. આ ઘટનાએ યુરોપિયન લોકો માટે અમેરિકાના દરવાજા ખોલી દીધા હતા. વર્ષ 1792માં ન્યૂયોર્ક શહેરમાં કોલંબસના અમેરિકામાં આગમનની 300મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસને 1937માં ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટ દ્વારા સત્તાવાર રીતે કોલંબસ દિવસ જાહેર કરવામાં આવ્યો હતો.

