fbpx

‘મમતા મારી નહીં તો કોઈની નહીં…’ સાળીના પ્રેમમાં પાગલ જીજાએ બે પરિવાર બરબાદ કરી દીધા

Spread the love
'મમતા મારી નહીં તો કોઈની નહીં...' સાળીના પ્રેમમાં પાગલ જીજાએ બે પરિવાર બરબાદ કરી દીધા

સુરતમાં ફરી એકવાર ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રે એક વ્યક્તિએ ખૂની ખેલ ખેલ્યો, જેમાં તેને પોતાની સાળી, સાળા અને સાસુ પર જીવલેણ હુમલો કર્યો. આ હુમલામાં સાળા અને સાળીનું મોત થઇ ગયું, જ્યારે સાસુ ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

મૃતક ભાઈ-બહેન પોતાની માતા સાથે ચાર દિવસ અગાઉ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી તેમના ભાઈના લગ્ન માટે કપડાં ખરીદવા માટે સુરત આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડબલ મર્ડર કરનાર બનેવી તેની સાળી સાથે લગ્ન કરવા માગતો હતો. આ કારણે પરિવારમાં વિવાદમાં સર્જાયો, જેમાં તેણે તેની સાસુ, સાળી અને સાળા પર હુમલો કરી દીધો હતો. બનેલીના જીવલેણ હુમલાથા સાળી અને સાળાના મોત થઇ ગયા હતા. સુરતના ઉધના પોલીસ સ્ટેશને કેસ નોંધીને હત્યારા બનેવી ધરપકડ કરી છે.

surat1

સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર હેઠળના પટેલ નગર વિસ્તારમાં આવેલી સાંઈ જલારામ સોસાયટીમાં બુધવારે મોડી રાત્રે એક લોહિયાળ ખેલ ખેલાયો હતો. આ ઘટનાની જાણ થતા આસપાસના રહેવાસીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. અહી પોતાની પત્ની અને બાળકો સાથે રહેનાર 34 વર્ષીય સંદીપ ઘનશ્યામ ગૌડે આ ઘટનાને અંજામ આપ્યો હતો.

સંદીપ તેની પત્ની વર્ષા ગૌર અને 3 બાળકો સાથે આ જ ઘરમાં રહેતો હતો. સંદીપનો સાળો નિશ્ચય અશોક કશ્યપ, તેની બહેન મમતા કશ્યપ અને માતા શકુંતલા દેવી સાથે 4 ઓક્ટોબર 2025ના રોજ પ્રયાગરાજથી સુરત તેના ભાઈના લગ્ન માટે કપડાં ખરીદવા માટે આવ્યો હતો. કશ્યપ પરિવારને ખ્યાલ પણ નહોતો કે સુરતમાં લગ્નની ખરીદી તેમના જીવનનો અંત લઈને આવશે. બુધવારે મોડી રાત્રે જ્યારે બધા સાંઈ જલારામ સોસાયટીમાં એક જ ઘરમાં હાજર હતા, ત્યારે સંદીપે તેની સાળા અને સાસુ સામે સળી સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી.

બુધવારે રાત્રે પોણા દસ વાગ્યાના સુમારે સંદીપ ગૌડ, પત્ની વર્ષા, સાળો નિશ્ચય, સાળી મમતા અને સાસુ બંધ રૂમમાં બેઠા હતા. આ સમયે સંદીપે ફરીથી મમતા અને તેના પરિવારજનો સામે વર્ષા સાથે છૂટાછેડા લઈને મમતા સાથે લગ્ન કરવાની જીદ કરી હતી. નિશ્ચયે આ વાતનો વિરોધ કરતા સંદીપ ઉશ્કેરાઈ ગયો હતો અને કહ્યું હતું કે, ‘જો મમતા મારી નહીં થાય તો બીજા કોઇની નહીં થવા દઉં અને તેને મારી નાખીશ!’ આ ધમકી સાથે જ તેણે પહેલેથી જ પોતાની પાસે રાખેલા ચપ્પુ વડે મમતા પર હુમલો કર્યો હતો.

surat2

સંદીપની આ ઇચ્છા સાંભળીને ઘરના બધા લોકો ચોંકી ગયા. તેનાથી કૌટુંબિક ઝઘડો શરૂ થયો અને બોલાચાલીમાં થઈ ગઈ. સંદીપ ગૌડે તેના સાળા નિશ્ચય કશ્યપ, સાળી મમતા કશ્યપ અને સાસુ શકુંતલા દેવી પર છરી વડે હુમલો કરી દીધો. સંદીપના આ હુમલામાં સાળા અને સાળીનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે તેની સાસુને ઇજાઓને કારણે હોસ્પિટલમાં લઈ જવામાં આવી અને સારવાર હેઠળ છે.

ડબલ મર્ડરની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતક ભાઈ-બહેનોના મૃતદેહને કસ્ટડીમાં લીધા અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા. સુરત પોલીસના DCP ડૉ. કાનન દેસાઈએ જણાવ્યું કે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. સંદીપ ગૌડે પોતાની સાળી સાથે લગ્ન કરવા બાબતે ઝઘડો કર્યો હતો, જેના કારણે તેના સાળા અને સાળીની હત્યા કરી દીધી, જ્યારે તેની સાસુને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

error: Content is protected !!