
મોટોરલાએ ભારતમાં Moto G06 પાવર લોન્ચ કરી દીધો છે. આ એક બજેટ સ્માર્ટફોન છે, પરંતુ તેમાં 7,000mAhની મોટી બેટરી આપવામાં આવી છે. બેઝ મોડેલની કિંમત રૂ. 7,499 છે, જેમાં 4GB RAM અને 64GB સ્ટોરેજ છે. તો ચાલો જાણી લઈએ કે આ ફોનમાં ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ કેવા છે.
મોટોરોલા મોટો G06 પાવરમાં 6.88-ઇંચ HD+ ડિસ્પ્લે છે. સ્ક્રીન રિફ્રેશ રેટ 120Hz છે અને પીક બ્રાઇટનેસ 600 nits છે. સુરક્ષા માટે તે ગોરિલા ગ્લાસ 3 સાથે આવે છે.

કંપનીઓ લોકોને કેવી રીતે મૂર્ખ બનાવે છે તેનું ઉદાહરણ તમને મોટોરોલાના આ ફોનમાં જોવા મળશે. આ ફોનમાં એક જ રીઅર કેમેરા છે, પરંતુ જ્યારે તમે ફોનને જુઓ છો, ત્યારે તેમાં બે રીઅર કેમેરા લાગેલા હોય એવું દેખાશે. એક લેન્સ તો છે, પરંતુ બીજો લેન્સ, લેન્સ જેવું જ દેખાતું સાધન લગાવવામાં આવ્યું છે. ત્યાં સુધી કે એક LED ફ્લેશલાઇટ પણ બાજુમાં આપવામાં આવી છે. સામાન્ય રીતે કેટલીક કંપનીઓ લેન્સ ડિઝાઇનમાં જ LED ફ્લેશલાઇટનો સમાવેશ કરતી હોય છે.

આ મોટોરોલા ફોન 4Gને સપોર્ટ કરે છે, એટલે કે તે 5Gને સપોર્ટ કરશે નહીં. જ્યારે ભારતમાં 5G એક ટ્રેન્ડ છે, અને આ બજેટમાં મોટાભાગના સ્માર્ટફોન 5G સપોર્ટ આપે છે, ત્યારે કંપનીએ આ કિંમતે 5G ફોન લોન્ચ કરવાનું વિચારવું જોઈએ. જો કે, આ ફોન IP64 રેટિંગ ધરાવે છે. જ્યારે તે સંપૂર્ણપણે પાણી-પ્રતિરોધક નથી, તે પાણીના હલકા છાંટા સામે ટકી શકે છે.

Moto G06 Power MediaTek Helio G81 Extreme ચિપસેટ દ્વારા સંચાલિત છે. તેમાં મેમરી કાર્ડ સપોર્ટ પણ છે, જે તમને તમારા સ્ટોરેજને 1TB સુધી વિસ્તૃત કરવાની મંજૂરી આપે છે. આ ફોન Android 15 પર ચાલે છે.
Moto G06માં 50-મેગાપિક્સલનો પ્રાથમિક કેમેરા અને સેલ્ફી માટે 8-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. કંપનીનો દાવો છે કે, તેમાં Google Gemini AI સહાયક છે.

Moto G06 Powerની બેટરી તેની સૌથી મોટી USP છે. તેમાં 7,000mAh બેટરી અને 18W ચાર્જિંગ સપોર્ટ છે. જો કે તે ધીમું ચાર્જ કરે છે, તે એક બજેટ ફોન છે. કંપનીનો દાવો છે કે, એક વાર ફુલ ચાર્જ કરવાથી 65 કલાક સુધીનો પ્લેટાઇમ મળી શકે છે.
સારી વાત એ છે કે, કંપની બોક્સમાં ચાર્જર પણ આપી રહી છે. તે વીગન લેધર ફિનિશમાં પણ ઓફર કરવામાં આવે છે. આ ફોન બે કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે. ફ્લિપકાર્ટ અને મોટોરોલા સહિત અન્ય રિટેલ સ્ટોર્સ પર 11 ઓક્ટોબરથી તેનું વેચાણ શરૂ થશે.

