
સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ બી.આર. ગવઈએ આજે કોર્ટના નિર્ણયો બાદ સોશિયલ મીડિયા ટ્રેન્ડ પર કટાક્ષપૂર્ણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, આજકાલ ક્લાયન્ટને ખૂબ જલદી નારાજ થઈ જાય છે. તમારા ક્લાયન્ટ ખૂબ નારાજ થઈ જાય છે. જસ્ટિસ ગવઈએ આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે, કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ ચંદ્રને થોડી સેકન્ડ માટે કોર્ટરૂમના માઇકને મ્યૂટ કરી દીધા હતા. જસ્ટિસ ગવઈએ પોતાની વાત ચાલુ રાખી હતી. મંગળવારે મુખ્ય ન્યાયાધીશનું આ નિવેદન ત્યારે આવ્યું, જ્યારે સોમવારે એક વકીલ દ્વારા તેમના પર શૂઝ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. આ વ્યક્તિ કેસની સુનાવણી દરમિયાન CJI દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીથી નારાજ હતો.

સુપ્રીમ કોર્ટમાં મંગળવારે ન્યાયિક સેવામાં પ્રમોશનની મર્યાદિત તકોને કારણે એન્ટ્રી-લેવલ પદો પર નિયુક્ત કરાયેલા યુવા ન્યાયિક અધિકારીઓની કારકિર્દીમાં સ્થિરતા સંબંધિત કેસની સુનાવણી કરી રહી હતી. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ અને ન્યાયાધીશ કે. વિનોદ ચંદ્રનની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી હતી. આ દરમિયાન જસ્ટિસ ચંદ્રન કંઈક કહેવાના હતા. કોર્ટરૂમમાં અન્ય વકીલો હાજર હતા. જસ્ટિસ ચંદ્રન ઇચ્છતા હતા કે તેમનું નિવેદન માત્ર તેમના સાથી ન્યાયાધીશ, CJI ગવઈ જ સાંભળે.
જસ્ટિસ ચંદ્રને પોતાની વાત કહેવા અગાઉ કોર્ટરૂમનો માઇક મ્યૂટ કરી દીધો અને પછી વાત કરી. ત્યારે CJIએ જસ્ટિસ ચંદ્રન બાબતે કહ્યું કે, ‘મારા ભાઈએ કંઈક કહેવું હતું, પરંતુ અમને ખબર નહોતી કે તે કેવી રીતે રિપોર્ટ કરવો, એટલે તેમણે આ વાત માત્ર મને કહી.’ CJI ગવઈએ વધુમાં કહ્યું કે, ‘આજકાલ સોશિયલ મીડિયા પર, અમને ક્યારેય ખબર નથી હોતી કે શું રિપોર્ટ કરવામાં આવશે. તમારા ક્લાયન્ટ ખૂબ નારાજ થઈ શકે છે.’

તો સુપ્રીમ કોર્ટે આ કેસને દેશભરના નીચલા ન્યાયિક અધિકારીઓની કારકિર્દીમાં સ્થિરતા સાથે જોડાયેલા મુદ્દાઓને 5 ન્યાયાધીશોની સંવિધાન પીઠને સોંપી દીધો. મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઇ અને ન્યાયાધીશ વિનોદ ચંદ્રનની પીઠે ન્યાયિક અધિકારીઓની સેવા શરતો, પગારધોરણ અને કારકિર્દી પ્રગતિ સાથે સંબંધિત મુદાઓ પર અખિલ ભારતીય ન્યાયાધીશ સંઘ દ્વારા દાખલ એક અરજી પર સુનાવણી કરતાં આ આદેશ પસાર કર્યો. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, ન્યાયપાલિકામાં પ્રવેશ સ્તરના બધા પદો પર સામેલ થનારા લોકો માટે ઉપલબ્ધ સમિતિ પ્રમોશનની તકોને દૂર કરવા માટે એક વ્યાપક સમાધાનની આવશ્યકતા છે.

