fbpx

શું ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની આ ઈચ્છા પૂરી કરવા સંવિધાનમાં બદલાવ કરશે

Spread the love

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી ગયા છે અને જાન્યુઆરી 2025માં સત્તાવાર બીજી વખત રાષ્ટ્રપતિ બનશે. ટ્રમ્પે વોશિંગ્ટન ડીસીની એક હોટલમાં નીચલા ગૃહના સભ્યો સાથેની બેઠકમાં કહ્યુ હતું કે, હું ફરીથી રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી નહીં લડું, પરંતુ જો તમે એવું વિચારો કે હું ચૂંટણી લડું તો પછી હું વિચારી શકું છું.

અમેરિકામાં 2 વખત જ રાષ્ટ્રપતિ બની શકાય એવો નિયમ છે અને ત્રીજી વખત બનવા માટે બંધારણમાં સુધારો કરવો પડે.

રશિયાના રાષ્ટ્રપતિ આવું કરી ચૂક્યા છે અને ભારતમાં પણ લોકસભા 2024માં એવી ચર્ચા હતી કે જો ભાજપને 400થી વધારે બેઠક મળશે તો બંધારણ બદલી નાંખશે.

ડોનાલ્ડ ટ્રમ્પ 2017થી 2021 સુધી રાષ્ટ્રપતિ હતા અને હવે બીજી વખત જીત્યા છે.

Leave a Reply

error: Content is protected !!