ગાંધીનગર ખાતે OPS ના લાભથી વંચીત આચાર્યો તથા શિક્ષકો દ્રારા વિવિધ મંત્રીઓ સમક્ષ રજુઆત
- આવેદનપત્ર આપી લેખિત મા રજુઆત કરી
- વિવિધ વિભાગ ના મંત્રીઓને લેખિત મા રજુઆત કરી
- ભારતના બંધારણ ના અનુચ્છેદ ૧૪ અને ૧૬ મા આપેલ સમાનતા અધિકાર નુ ચિર-હરણ
સરકારના OPS ના ઠરાવમાં વિસંગતતા એક જ દિવસે ભરતી અંગેની જાહેરાત અને એક જ દિવસે શાળામાં નિમણૂંક હોવા છતાંય એકને OPS નો લાભ અને બીજો OPS થી વંચિત
ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા રાજ્ય સરકારના તારીખ ૧/૦૪/૨૦૦૫ પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજના (OPS) નો લાભ આપવા માટે થયેલ ઠરાવમાં ટેકનિકલ કારણોસર કેટલાક ગણ્યા-ગાંઠ્યા કર્મચારીઓ OPS ના લાભ થી વંચિત રહી જવા પામ્યા છે આ અંગેની વિગત જોતા વર્ષ : ૨૦૦૫ માં માધ્યમિક અને – ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના – ઇન્ટરવ્યુ જિલ્લા લેવલે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા કચેરીના અનુકૂળ સમયે કેમ્પ દ્વારા ગોઠવવામાં આવતા હતા અને ખૂલતા સત્રથી નિમણૂંક ઓર્ડર આપવામાં આવતા હતા આથી એક જ દિવસે બરતી અંગેની જાહેરાત આવી હોવા છતાં જેમના ઇન્ટરવ્યુ બોર્ડની પરીક્ષા પહેલા એટલે કે ૧/૪/૨૦૦૫ પહેલા ગોઠવાયેલ હતા તેઓને OPS નો લાભ મળ્યો છે જ્યારે બોર્ડની પરીક્ષા બાદ જેમના ઇન્ટર્વુ ગોઠવાયેલ હતા તેવા કર્મચારીઓ OPS ના લાભ થી વંચિત રહ્યાં છે OPS થી વંચિત રહેલા આ કર્મચારીઓ વાસ્તવમાં OPS માટેના હકદાર છે આ અગાઉ OPS માટે થયેલ કેન્દ્ર સરકારના ઠરાવ અને તેનો આધાર લઇ ઉત્તર પ્રદેશ , મહારાષ્ટ્ર , રાજસ્થાન અને હરિયાણાની રાજ્ય સરકારના ઠરાવોમાં તારીખ ૧/૦૪/૨૦૦૫ પહેલા ભરતી માટે આવેલ જાહેરાતના તમામ કર્મચારીને OPS માં સમાવવા માટેનો સ્પષ્ટ ઉલ્લેખ થયેલ છે ત્યારે રાજ્ય સરકાર ના તારીખ ૮/૦૪/૨૦૨૪ ના OPS માટેના ઠરાવમાં રહેલી વિસંગતતા દૂર કરી એ ઠરાવ પણ કેન્દ્ર સરકાર તેમજ અન્ય રાજ્ય સરકારોના OPS માટેના ઠરાવોનો આધાર લઇ ક્ષતિ પૂર્ણ કરવામાં આવે તે માટેની રજૂઆત કરવા માટે આવા OPS ના લાભથી વંચિત રહેલા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્ય અને શિક્ષકોનું પચાસેક કર્મચારીઓના જૂથ દ્વારા સચિવાલય ખાતે વિવિધ વિભાગના મંત્રીઓને આ અંગેની રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યુ છે