fbpx

અમેરિકાના પહેલા હિંદુ મહિલા કોંગ્રેસ વુમન તુલસીને મોટું પદ મળ્યું

Spread the love

ડોનાલ્ડ ટ્રમ્પે તુલસી ગબાર્ડને મોટું પદ આપ્યું છે. અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેકટર બનાવવામાં આવ્યા છે. તુલસી અમેરિકાના પહેલા હિંદુ કોંગ્રેસી વુમન છે. જો કે નામ પરથી તમને લાગતું હશે કે તુલસીના ભારત સાથે સંબંધ હશે, પરંતુ તુલસી ગબાર્ડને ભારત સાથે કોઇ લેવા દેવા નથી. તેમની માતાએ હિંદુ ધર્મ સ્વીકારેલો અને તેમના સંતાનોના નામ હિંદુ ધર્મ પ્રમાણે રાખેલા છે. તુલસી પોતે પણ હિંદુ ધર્મ પાળે છે.

તુલસી અમેરિકાની સેનામાં 20 વર્ષ કામ કર્યું છે અને અત્યારે તેઓ અમેરિકાની આર્મી રિર્ઝવમાં લેફ્ટનન્ટ કર્નલની પોસ્ટ પર છે. તુલસીનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ હરે રામા હરેકૃષ્ણા ગાતા નજરે પડે છે. તુલસી પહેલા ડેમોક્રેટીક પાર્ટીમા હતા અને 2022માં ટ્ર્મ્પની રિપ્બિલકન પાર્ટીમાં આવી ગયા હતા.

Leave a Reply

error: Content is protected !!